26th January selfie contest

પોરબંદર યુવા કોંગ્રેસના નેતાને પોલીસ અધિકારીની ધમકી, ન સંભળાય તેવી ઓડિયો

PC: khabarchhe.com

પોરબંદર જિલ્લા પોલીસ વડાને સંબોધીને પોરબંદરમાં માછીમારી કરતાં હરીશ નારણ કોટીયા કે જે યુવા કોંગ્રેસ સાથે પણ જોડાયેલાં છે તેમણે એક પત્ર લખ્યો છે કે, તેમની સામે પોરબંદર મરીન હાર્બર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર ટીંબાએ પીધેલી હાલતમાં ફરિયાદી તરીકે ડરાવી, ધમકાવી અને ફોન પર બિભત્સ ગાળો દીધી છે. તેમનો વ્યવસાય બંધ કરી દેવા માટે પણ ધમકી આપી છે. તેથી તેમની સામે પગલાં ભરવાની માગણી પણ હરીશ કોટીયાએ કરી છે. તેમની સામે કાયદેસરની ખાતાકીય કાર્યવાહી કરવાની પણ માગણી 10, જૂલાઈ 2018ના રોજ કરી છે. સાંજે 6.40એ લેખિતમાં રજૂઆત કરી અને તુરંત પોરબંદરના જિલ્લા પોલીસ વડા શોભા બત્રાએ પગલાં લઈને PI ટીંબાને બદલી કરીને પોલીસ વડા મથકે કામ સોંપવામાં આવ્યું છે.

હરીશને ત્યાં કામ કરતાં રાહુલ સાદીયાએ એક ફરિયાદ પુરાવા સાથે આપી હતી. જેમાં ખૂનની 307 કલમ ન લગાવતાં વિરોધ કર્યો હતો. તે લગાવવા માટે તેમણે માગણી કરી હતી. તેથી બપોરે 12 કલાકે શોભા બત્રાને રૂબરું મળીને ફરિયાદ કરી હતી. તેની થોડી વારમાં 2.26 કલાકે પોલીસનો ફોન આવ્યો હતો અને ધમકી આપી હતી. અહીં ન લખી શકાય એવી ગાળો બોલી હતી. ફરિયાદી રાહલુ સાદીયાને ગમે તે ભોગે પોલીસ સ્ટેશન લઈ આવવા માટે ધમકી આપી હતી. જેનું મોબાઈલ ફોન પર રેકોર્ડિંગ કરી લેવાની છૂટ પણ પોલીસ ઈન્સપેક્ટરે આપી હતી. જેનું રેકોર્ડિંગ પણ DSPને વોટ્સએપ મારફતે મોકલી આપ્યું હતું. તેમના લોહીમાં આલ્કોહોલ છે કે નહીં તેની તપાસ કરવા માટે પણ તુરંત માગણી કરી હતી. ત્યારે તાત્કાલિક રીતે ઈન્સ્પેક્ટરની બદલી કરવાની માગણી કરી હતી. તુરંત તેમની બદલી કરીને પોલીસ હેડ ક્વાર્ટરમાં બેસાડી દેવાયા છે. કારણ કે એક પોલીસ અધિકારીને ન શોભે એવું કૃત્ય કરેલું છે. પ્રજાનો પોલીસ પરથી ભરોશો ઊઠી જાય એવું અત્યંત ધ્રુણાસ્પદ કૃત્ય કરેલું છે.

આ ઘટના એટલા માટે ઊભી થઈ હતી કે 6 જૂલાઈના રોજ આ પોલીસ સ્ટેશનમાં ચંદ્રેશ માવજી કોટીયા અને મિલન માવજી કોટીયા સામે એક FIR થઈ હતી. જેમાં આ શખ્સ ધમકીઓ આપી રહ્યો હોવાની ફરિયાદ પુરાવા સાથે હરીશ કોટેચા નામના માણસે આપી હતી. તેથી તે પોલીસ સ્ટેશને ફરિયાદી સાથે ગયા હતા. 27 મેથી 5 જૂન 2018 સુધીમાં બનેલી ઘટના અંગે લેખિત અરજી કરીને ફરિયાદ લેવા માટે કહ્યું હતું. PIએ આરોપીના પિતા માવજી કોટીયા સાથે અંગત બેઠક કરી હતી. ત્યાર બાદ FIRમાં ખૂની હુમલો કરવા અને ખાડીમાં ફેંકી દેવા અંગેની ઘટના હોવા છતાં તેમણે તે અંગેની કલમ લગાવી ન હતી. વિગતો પણ અધૂરી આપવામાં આવી હતી. ખોટી FIR દાખલ કરી હતી. ફરિયાદીનું નામ રાહુલ હતું છતાં FIRમાં ફરિયાદીનું નામ બદલીને ગોપાલ મારૂ તરીકે ફરિયાદી બતાવ્યા હતા. જુદો જ બનાવ અને તેનું વર્ણન કર્યું હતું. ફરિયાદી પર હુમલો થતાં તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. સ્પષ્ટ પણે આરોપીને બચાવવા માટે આખી ફરિયાદ જ બદલી નાંખી હોવાનો આરોપ ફરિયાદીએ મૂક્યો હોવાથી તેમને પોલીસ અધિકારીએ ફોન પર ધમકી આપી હતી.

PIએ ફોન પણ એવી ધમકી પણ આપી હતી કે તારે અર્જુન મોઢવાડીયાને કહેવું હોય તો કહી દેજે.

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp