જેતપુરઃ સાડીના કારખાનામાં 10 બાળમજૂરોને પોલીસે મુક્ત કરાવ્યા

PC: abtakmedia.com

જેતપુર શહેર સાડી ઉદ્યોગના કારખાના મજૂરી કામ કરતા 10 જેટલા બાળમજૂરોને શહેર પોલીસે મુક્ત કરાવી આ કારખાનાના મલિક તેમજ કામે રાખનાર ઠેકેદાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે.

જાણવા મળતી વિગત મુજબ આજે સવારે અહીંની સરકારી હોસ્પિટલ ખાતે ચંદનકુમાર સુધાકર તિવારી નામનું 13 વર્ષ બિહારના રહેવાસી બાળક સારવાર માટે આવેલ હતું જેના શરીર પર ઇજાના નિશાન હતા, તેના ઠેકેદાર દ્વારા તેને ઢોર માર મારી મોડે સુધી કામ કરવામાં આવેલ હતું. આ અંગે PSI વાછાણીને જાણ થતા તે નવગઢમાં ખોડિયાર, ધાર પાસે આવેલ સાડીના કારખાના તાપસ કરતા નાની વયના 10 જેટલા બાળકો પાસે મજબૂર કરી કામ કરવામાં આવતું હતું. આ ઠેકેદાર તેમજ કારખાનાના સંચાલક દ્વારા બાળકોને માર મારી તેની પાસે મોડે સુધી કામ કરવામાં આવતું હતું.પોલીસે તમામ બાળકોને ત્યાંથી મુક્ત કરાવી આરોપી કિસલકુમાર સલરામ રામે તેમજ ઠેકેદાર કસર અબ્દુલ હસનાલ સામે આઈ.પી.સી. 323, 504, 114 તેમજ ધ જુવેનાઇલ એક્ટ 2015ની કલમ 75, 79 તેમજ બાલ અધિનિયમ 1986 ની કલમ 3 અને 14 મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp