રેશ્મા પટેલે કરી જાહેરાત, આ સીટ પરથી લડશે લોકસભાની ચૂંટણી

PC: abplive.in

પૂર્વ પાટીદાર અનામત અંદોલનના કન્વીનર અને ભાજપના નેતા રેશ્મા પટેલે ભાજપ સામે બંડ પોકાર્યું છે અને ભાજપ સામે લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. રેશ્મા પટેલે ભાજપની સામે પોરબંદરની લોસભાની સીટ પરથી લડવાની જાહેરાત કરી છે પણ તે કયા પક્ષમાંથી ઉમેદવારી નોંધાવશે, તેનો કોઈ ખુલાસો કર્યો નથી. રેશ્મા પટેલ NCPમાંથી લોકસભાની ચૂંટણી લડે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. કારણ કે, જે સમયે NCP પ્રદેશ પ્રમુખે પોરબંદરની સીટ પરથી પાટીદાર મહિલા નેતાને લડાવવાની જાહેરાત કરી હતી ત્યારે આ જાહેરાતના ગણતરીના કલાકોમાં રેશ્મા પટેલે પોરબંદરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.

રેશ્મા પટેલ છેલ્લા ઘણા સમયથી ભાજપમાં રહીને ભાજપ સામે મોરચો માંડી રહી છે. ત્યારે પક્ષ પર પ્રહારો કરતા રેશ્મા પટેલે જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણી હું પોરબંદરથી ભાજપની સામે લડવાની છું. ખોટા વચનો આપવાવાળી આ પાર્ટી સામે યુદ્ધ એ જ કલ્યાણ છે, એવું સમજીને હું લોકસભાનુ ઈલેક્શન ભારતીય જનતા પાર્ટી સામે લડવાની છું. પોરબંદરની બેઠકમાં મારું વતન આવે છે. જવાહર નાર્વોદયમાં મેં અભ્યાસ કરેલો છે, એટલા માટે હું પોરબંદરની બેઠક પરથી લોકસભાનું ઈલેક્શન લડીશ.

રેશ્મા પટેલે પાટીદાર અનામત આંદોલન સમયે શહીદ થયેલા 14 યુવાનોના પરિવારના સભ્યોને નોકરી આપવાની શરતોથી ભાજપનો ભગવો ધારક કર્યો હતો પરતું ભાજપ દ્વારા રેશ્મા પટેલની અવગણના કરવામાં આવતા રેશ્મા પટેલે ભાજપ સામે બંડ પોકાર્યો હતો અને રેશ્માએ લોકસભાની ચૂંટણી લડવાનું નક્કી કરી લીધું હતું. રેશ્મા પટેલે એમ પણ કહ્યું હતું કે, હું સમાજ માટે ચૂંટણી લડીશ. હું કોઈ પક્ષ માટે ચૂંટણી નહીં લડું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp