26th January selfie contest

બાબુ બોખીરીયાને ફટકો: માફિયા કિંગ ભીમા ઓડેદરાને સજા

13 Oct, 2017
04:40 PM
PC: vikaskadamnews.com

પોરબંદરના કુખ્યાત ભીમા ઓડેદરાને 2004માં થયેલા ટ્રીપલ ખુન કેસમાં ગુજરાત હાઈકોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી હતી. ભીમા ઓડેદરાએ ઈસ્માઈલ ટીટી સહિત કુલ ત્રણ વ્યકતિની હત્યા કરી હતી, જે કેસમાં પોરબંદર કોર્ટ દ્વારા બે વર્ષ પહેલા ભીમા ઓડદેરાને નિદોર્ષ છોડવામાં આવ્યો હતો. આ ઘટનાની નારાજ ઈસ્માઈલના પૌત્ર દ્વારા ભીમા ઉપર ગોળીબાર કરી તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ સામાન્ય ઈજા થવાં છતાં તેને તેમા બચાવ થઈ ગયો હતો.

પોરબંદર કોર્ટ દ્વારા ભીમાને છોડી મુકવાના આદેશને ગુજરાત હાઈકોર્ટમાં પડાકારવામાં આવ્યો હતો, અને હાઈકોર્ટ દ્વારા સરકારી વકિલ દ્વારા મુકવામાં આવેલા પુરાવા અને તથ્યોને ધ્યાનમાં લઈ પોરબંદર કોર્ટના આદેશને રદ કરતા ભીમા સહિત તેના એક સાગરીતને આજીવન કારાવાસની સજા ફટકારી છે. ચુંટણી વખતે જ આવેલા ગુજરાત હાઈકોર્ટના આ આદેશને કારણે પોરબંદર ભાજપમાં સન્નાટો છવાઈ ગયો છે. કારણ ભીમા ઓડેદરા મંત્રી બાબુ બોખરીયાના પિતરાઈ થાય છે. જેનો ઘણો લાભ ભાજપ અને મંત્રી બોખીરીયાને મળતો હતો

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.