ઑક્સિજન સાથે 50 બેડનું કોવિડ સેન્ટર રાજકોટમાં શરૂ, દર્દીને તમામ સવલત ફ્રી

PC: Divyabhaskar.co.in

રાજ્યમાં કોરોના વાયરસના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતા મહાનગરમાં એક પણ બેડ ખાલી નથી. મહાનગર રાજકોટમાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલની પથારીઓ પેક થઈ ચૂકી છે. શહેરમાં ઘણી જગ્યાઓ પર કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. રાજકોટ શહેરની એસ.એસ.કે સ્કૂલ ખાતે સંપૂર્ણપણે નિઃશુલ્ક કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

અહીં એડમીટ થનારા દર્દીએ એક પણ રૂપિયો ચકવવો પડશે નહીં. આ ઉપરાંત અહીં રહેવા, આરામ કરવા, જમવા તેમજ દવા સહિતની તમામ સુવિધા ફ્રીમાં આપવામાં આવી રહી છે. સોમવારથી આ સેન્ટર શરૂ થઈ ચૂક્યું છે. 50 બેડના આ કોવિડ કેર સેન્ટરમાં ઑક્સિજનની પૂરતી વ્યવસ્થા છે. આવનારા દિવસોમાં વધુ જરૂરિયાત ઊભી થશે તો બેડની સંખ્યા 500 સુધીની કરવામાં આવશે. રાજકોટ શહેરના જાણીતા ઉદ્યોગપતિ તેમજ સંત તરફથી આ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. પણ આ સેન્ટરમાં કોઈ ક્રિટિકલ દર્દીઓને દાખલ કરવામાં નહીં આવે. આ સેન્ટરમાં ICCUની કોઈ સુવિધા ન હોવાને કારણે ક્રિટિકલ દર્દીને અહીં એડમીટ કરવામાં નહીં આવે. TGESના ડાયરેક્ટર કિરણ ભાલોડિયા, પરેશભાઈ ગજેરા, રમેશ ટિલાળા, અપૂર્વમુની સ્વામી, પરાક્રમસિંહ જાડેજા સહિતના અગ્રણીઓના સહયોગથી આ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. અહીં દર્દીએ એડમીટ થતા પહેલા સેન્ટટરના નંબર 6358845684 પર ફોન કરવાનો રહેશે. દર્દીઓ માટે આ ફોનલાઈન સવારના આઠ વાગ્યાથી શરૂ થશે. ફોન પર હાજર વ્યક્તિ જેટલા બેડની વ્યવસ્થા હશે એટલા જ કોલને અટેન્ડ કરશે. તમે જ્યારે ફોન કરો ત્યારે રેકોર્ડિંગ સાભળવા મળે ત્યારે સમજવું કે બેડ ફૂલ થઈ ગયા છે. ત્યાર બાદ બીજા દિવસે ફોન કરવાનો રહેશે.

કોલ સેન્ટર પરથી દર્દીનો આધાર કાર્ડ નંબર, RTPCR તથા એન્ટીજન કોવિડ પોઝિટિવ ટેસ્ટ રિપોર્ટ વોટ્સએપથી માગવામાં આવશે. ત્યાર બાદ એપોઈટમેન્ટનો સમય આપવામાં આવશે. વધુમાં વધુ બે વ્યક્તિઓ સાથે આવી શકશે. એકવાર વખત ઓપીડી, આઈડી અને એપોઇન્ટમેન્ટ ટાઈમ વોટ્સએપથી મળી ગયા પછી પેશન્ટ રીલેક્સ. ઓપીડી માટે કોવિડ કેર સેન્ટરમાં આવતા દર્દીઓએ ફરજિયાત આધારકાર્ડ, RTPCR, તથા કોવિડ પોઝિટિવના રીપોર્ટ સાથે લાવવાના રહેશે. ડૉક્ટર નક્કી કરશે કે, દર્દીને એડમીટ કરવા કે નહી. રજીસ્ટ્રેશન વગર કોઈને અંદર એન્ટ્રી દેવામાં નહીં આવે. રજીસ્ટ્રેશન ફરજિયાત છે. જ્યાં સુધી બેડ ખાલી હશે ત્યાં સુધી ફોન રીસીવ થશે. ડાયરેક્ટર કિરણ ભાલોડિયાએ જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં રીસોર્સ, મંજૂરી તથા જરૂરીયાતને ધ્યાને લઈને 500થી વધારે બેડની વ્યવસ્થા કરવામાં આવશે. સેન્ટરની તમામ સારવાર તથા મેડિકલ સંબંધીત મુદ્દાઓ માટે HCG ગ્રૂપ સાથે ટાઈઅપ કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp