26th January selfie contest

સોમનાથ મંદિરમાં સોના-ચાંદી દાનમાં આપતા શ્રદ્ધાળુઓ આ વાંચી લો

PC: somnath.org

પાવાગઢના દાનમાં આવેલા સોના-ચાંદીને ઓગાળતા 20થી 40% ઘટ આવતા સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટ દ્વારા સમગ્ર મામલે ચેરીટી કમિશનરને બે અઠવાડીયામાં તપાસ પૂર્ણ કરવાના આદેશ કરવામાં આવ્યા હતા. પાવાગઢની આ ઘટના પછી મંદિરમાં સોના-ચાંદીનું દાન કરનારા વિશ્વભરના ભાવિકોને ઠેસ પહોંચી છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી પી. કે. લહેરી દ્વારા ભાવિકોને અપીલ કરવામાં આવી છે કે, ભાવિકો દ્વારા દાનમાં અપાતા સોનાના હોલમાર્ક ચકાસવા અને તેમને ભાવિકોને સોમનાથ ટ્રસ્ટને દાનમાં મળતા સોનાને ગાળવાની પ્રક્રિયા કેવી રીતે થાય છે તે પણ જણાવ્યું હતુ.

વધુમાં તેમને જણાવ્યું હતુ કે, ભૂતકાળમાં સોનાની ગુણવત્તા 80% આવતી હતી. હાલ 60થી 70% આવે છે. ભક્તો સોના-ચાંદીના દાનનો સંકલ્પ ખૂબ જ શ્રધ્ધાથી કરતા હોય છે. પરંતુ હાલ સોના-ચાંદીમાં અન્ય ધાતુ વધારે મિશ્રિત જોવા મળે છે. એટલે ભાવિકોએ દાનમાં આપતા સોનાના હોલમાર્ક ચકાસવા જરૂરી બન્યા છે.

સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી પી. કે. લહેરીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત રીફાઈનરીમાં આપણે જપતા સાથે બે વર્ષે જે કઈ ભેગુ થયુ હોય. તે લઇ જઈએ છીએ અને જે વસ્તુ પૂજારીઓને વપરાસમાં લેવી હોય. તેને ગાળવાનો આપણે કોઈ વિચાર કરતા નથી. બાકીનું જે જૂનું થઈ ગયું હોય, ભાંગ્યું તૂટ્યું હોય અને આપણા માટે જરૂરી ન હોય તેને આપને રીફાઈનરીમાં વીડિયો ગ્રાફી સાથે રાખીને સોમનાથ ટ્રસ્ટીની ચારથી પાંચ જણાની ટીમ તેને ગળાવીને જપતામાં પાછુ લઈ આવે છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp