સિવિલ હોસ્પિટલમાં શોર્ટ સર્કિટથી દર્દીઓમાં નાસભાગ

PC: rajoo.com

સૌરાષ્ટ્રની હબ ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલ અનેક સમસ્યાઓથી ધેરાયેલી હોય તેમ અવાર નવાર હોસ્પિટલમાં અજુગતા બનાવો ઘટી રહ્યા છે. તેમ છતાં હોસ્પિટલ તંત્ર કુંભકર્ણ નિદ્રામાં હોય તેમ કોઇ પગલા લેવામાં આવતા નથી. સિવિલ હોસ્પિટલના વોર્ડ નં.10 માં પુરુષવોર્ડમાં મોડી રાત્રે શોર્ટ સર્કીટ થતા દર્દીઓમાં નાસ ભાગ મચી હતી. પરંતુ સદ્દનસીબે કોઇ જાનહાનિ ટળી હતી.

સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ અનેક સમસ્યાઓનો સામનો કરી સારવાર મેળવતા હોય તેમ અગાઉ ઇમરજન્સી વોર્ડમાં રાત્રીના સમયે પાણી ભરાઇ ગયું હતું. જેના કારણે દર્દીઓમાં નાસભાગ થઇ હતી. જુના બિલ્ડીંગમાં આવેલા વોર્ડ નં.10 ના પુરુષવોર્ડમાં મોડી રાત્રે શોર્ટ સર્કિટ થતાં દર્દી આલમમાં નાસભાગ મચી ગઇ હતી. આ ઘટના અંગે સિકયુરીટી સુપરવાઇઝર અને નર્સીગ સ્ટાફને જાણ થતાં તમામ વોર્ડ નંબર 10 માં દોડી ગયા હતા. પુરુષવોર્ડમાં સારવાર મેળવી રહેલા દસ જેટલા દર્દીઓને મહિલા વોર્ડમાં શીફટ કરવામાં આવ્યા હતા. બાદમાં ઇલેકટ્રીશીયએે વીજ પ્રવાહ બંધ કરતા ધડાકા ભડાકા બંધ થયા હતા. સદ્દનસીબે કોઇ જાનહાનિ પહોંચી ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp