સુપ્રીમ કોર્ટે મુસ્લિમ સમાજને ગુજરાતના કાર્યક્રમ માટે આપ્યો મોટો ઝટકો

PC: twitter.com

સુપ્રીમ કોર્ટે ગુજરાતના સોમનાથમાં ઉર્સ કરવાની મુસ્લિમ સમાજની અરજીને નામંજૂર કરી દીધી છે અને મંજુરી આપવાનો ઇન્કાર કરી દીધો છે.સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી એક અરજીમાં સોમનાથમાં ધ્વસ્ત કરાયેલી દરગાહ પર એકથી 3 ફેબ્રુઆરી દરમિયાન ઉર્સનું આયોજન કરવાની અરજી કરવામાં આવી હતી.

મુસ્લિમ પક્ષે દાવો કર્યો હતો કે, 1299થી આ દરગાહ હતી અને એ સંરક્ષિત સ્મારક હતું, પરંતુ તેને ગુજરાત સરકારે તોડી પાડ્યું છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા ક્હયું હતું કે, રેકોર્ડમાં 1960સુધીનો જ ઉલ્લેખ છે જેમાં કેટલીક શરતો સાથે ઉર્સને મંજૂરી અપાતી હતી.

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી સોમનાથ, દ્વારકા જેવા ધાર્મિક સ્થળોની આસપાસ સરકારી જમીનો પર બનેલી મસ્જિદો, ઘરો  કે દરગાહ તોડી પડાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp