તારક મહેતા...ની ટીમ પહોંચી સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કલાકારો બન્યા સ્ટેચ્યૂના ફેન

PC: dainikbhaskar.com

ટેલિવિઝનનો લોકપ્રિય શો 'તારક મહેતા કા ઉલ્ટા' ચશ્માની ટીમ ગુજરાતમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીનમાં જઈને શૂંટિગ કર્યું હતું. તેમજ તારક મહેતાની ટીમે અહીં પતંગ ઉડાવ્યા હતા.

તેમજ આગામી એપિસોડમાં તારક મહેતા સીરિયલમાં ઉતરાયણનો એપિસોડ બતાવવામાં આવશે. જો કે આ પહેલી એવી સીરિયલ છે જે ગુજરાતના કેવડિયા ખાતે આવેલા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીમાં જઈને શૂટિંગ કર્યું હતું.

તમને જણાવી દઈએ કે, કેવડિયા ખાતે સરદાર પટેલની વિશાળ પ્રતિમાં જોઈને તારક મહેતાની ટીમ આશ્ચર્યચકિત ગઈ હતી. તેમજ સીરિયલમાં ભીડેનો રોલ કરતા મંદાર ચંદવકરે જણાવ્યું કે, ગુજરાતમાં નરેન્દ્ર મોદી દ્વારા બનાવવામાં આવેલું સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખરેખર દેશ માટે ગૌરવની વાત છે. ત્યારે પોપટલાલ પત્રકારનો રોલ કરનાર શ્યામ પાઠકે કહ્યું કે, અહીં આવીને તેમણે બહું મજા આવીને અને સારો અનુભવ રહ્યો હતો. તેમજ સીરિયલનું શૂટિંગ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીમાં કરવામાં આવ્યું તે તેમણા માટે ગર્વની વાત છે.

તેમજ 'તારક મહેતા'ના જેઠાલાલ એટલે કે દીલિપ જોષી પ્રતિમાને જોઈને જ ખુશ થઈ ગયા હતા. તેમજ સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જોઈને તેઓ બહુ આનંદમાં આવી ગયા હતા. જો કે સીરિયલની ટીમ માટે આ ટ્રીપ યાદગાર રહેશે. તેમણા મતે ગુજરાતમાં આવેલ સ્ટેચ્યૂ ઓફ યૂનિટી સમગ્ર દેશ સન્માનની વાત છે.

તેમજ સીરિયલની ટીમે હેલિકોપ્ટરમાં બેસીને નર્મદા ડેમ અને સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનો આહલાદક નજારો જોયો હતો. તેમજ સીરિયલના પ્રોડ્યુસર અસિત મોદીએ જણાવ્યું કે, શૂંટિગ દરમિયાન મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી પરંતુ તેમણે અહીં શૂટિંગ કરવાની બહુ મજા આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp