સોનાની ઈંટોની લાલચ આપી તાંત્રિક પિતા-પુત્રએ 2 વ્યક્તિને લગાવ્યો 99 લાખનો ચૂનો

PC: india.com

લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ના મરે આ કહેવત વિશે આપણે સૌ જાણીએ છીએ પરંતુ, લાલચ એવી બુરી બલા છે કે જે ભલભલાની સમજણને ડગાવી મુકે છે. આવું જ કંઇક કલ્યાણપુર તાલુકાના બે વ્યક્તિઓ સાથે બન્યું છે. નાની નાની બાબતે તેઓ તાંત્રિકની સલાહ લેતા અને તાંત્રિક પાસે વિધિઓ કરાવતા હતા અંતે આ બંને વ્યક્તિઓની આંખ પરથી લાલચ અને અંધશ્રદ્ધાના પાટા ઉતર્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે, તાંત્રિક તેમને લાખો રૂપિયાનો ચૂનો લગાવી ગયો.

મળતી માહિતી અનુસાર, કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા કાનાભાઈ ભાટિયા ખેતી કરીને પરિવારનું ભરણ-પોષણ કરે છે. તેમને માથાના દુઃખાવાની સમસ્યા રહેતી હતી. જેના કારણે કોઈ કે તેમનો કોન્ટેક્ટ હનુમાનગઢ ગામના બે તાંત્રિક સાથે કરાવ્યો હતો. તાંત્રિક હરિશ લાબડીયા અને આકાશ લાબડીયાએ કાનાભાઈને માથાનો દુઃખાવા દૂર કરવા માટે તાંત્રિકવિધિ કરી હતી. આ તાંત્રિક વિધિ પછી તાંત્રિક પિતા-પુત્રએ કાનાભાઈને ધનવાન બનાવી દેવાની લોભામણી વાતો કરીને કાનાભાઈનો વિશ્વાસ કેળવી લીધો હતો.

બંને તાંત્રિક પિતા-પુત્રએ કાનાભાઈની જેમ અન્ય એક છગનભાઈ નામના વ્યક્તિને પણ ટૂંકા સમયમાં ધનવાન બનાવી દેવાની અને નાની એવી તાંત્રિકવિધિ કરીને સોનાની ઇંટો આપવાની લાલચ આપી હતી. સોનુ મેળવવાના અને કરોડપતિ બનવવાના સપના જોઈને કાનાભાઈએ તાંત્રિક પિતા-પુત્રને કટકે કટકે 80 લાખ રૂપિયાની રકમ આપી અને છગનભાઈએ સમયાંતરે 19 લાખ રૂપિયા આપ્યા હતા. પૈસા આપ્યાના થોડા સમય પછી તાંત્રિક પિતા-પુત્રએ કાનાભાઈ અને છગનભાઈને સોનાની ઇંટો આપી હતી.

કાનાભાઈ દ્વારા આ સોનાની ઇંટોની ચકાસણી કરાવતા તે સોનાની ઇંટો ખોટી નીકળી હતી. જેના કારણે કાનાભાઈને ખબર પડી હતી કે, ખોટી ખોટી લાલચ આપીને તાંત્રિકે તે બંનેની પાસેથી 99 લાખ રૂપિયા પડાવી લીધા છે અને બંને સાથે છેતરપિંડી કરી છે. જેના કારણે કાનાભાઈ અને છગનભાઈએ તાંત્રિક પિતા-પુત્ર વિરુદ્ધ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp