વલસાડમાં લાલચુ બિલ્ડરે જમીન ખુલ્લી કરવા મંદિર હટાવતા થઈ જોવા જેવી...

PC: facebook.com

ગુજરાતમાં અવાર-નવાર ધાર્મિક સ્થળ હટાવવા બાબતે તકરારના બનાવો બને છે. દરમિયાન વલસાટના ઉમરગામમાં મંદિર વટાવી દેવામાં આવતા ગ્રામજનો અને બિલ્ડર વચ્ચે તકરાર થઈ હતી. આ સમગ્ર ઘટના અંગે કલેકટરે તપાસના આદેશ કર્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરગામના નંદીગ્રામ વિસ્તારમાં વર્ષો જૂનુ મંદિર તોડી પાડવામાં આવ્યું હતું. જેથી લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી. આ બનાવને પગલે ગ્રામજનો અને બિલ્ડર વચ્ચે તકરાર થઈ હતી. ગ્રામજનોએ આ અંગે જવાબદારો સામે પગલા ભરવાની માગણી કરી છે. તેમજ ફરીથી મંદિર ઉભી કરવાની રજૂઆત કરી છે.

મંદિર તોડી પાડવાની ઘટનાને પગલે લોકોમાં રોષ ફેલાતા કલેકટર તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેમજ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસના આદેશ કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp