જૂનાગઢમાં પરિણીતાની જાહેરમાં હત્યા કરી, પૂર્વ પ્રેમીએ કહ્યું- પોલીસને ફોન કરો

PC: dainikbhaskar.com

રાજ્યમાં ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. લોકડાઉનમાં ક્રાઈમ રેટમાં ઘટાડો થયો હતો પરંતુ લોકડાઉનમાં રાહત મળ્યા પછી ફરીથી ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. અવારનવાર મારામારી, હત્યા જેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યાર વધુ એક હત્યાનો કિસ્સો જૂનાગઢમાં સામે આવો છે. જૂનાગઢમાં શાક લેવા ગયેલી પરિણીતાની પૂર્વ પ્રેમીએ ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી હતી. લોકોની વચ્ચે જ પરિણીતાના હત્યા કર્યા પછી પૂર્વ પ્રેમી ઘટના સ્થળ પર બેસી રહ્યો હતો અને તેને લોકોને કહ્યું હતુ કે, પોલીસને બોલાવો. જેથી લોકોએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને પરિણીતા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

રિપોર્ટ અનુસાર ભવના ગોસ્વામી નામની 29 વર્ષની પરિણતા પરિવારની સાથે જૂનાગઢ GIDC-2માં રહે છે. 29 જૂનના રોજ ભાવના ઘરની નજીક આવેલી એક દુકાનમાં શાકભાજી લેવા માટે ગઈ હતી. તે સમયે ભાવનાનો પૂર્વ પ્રેમી સંજય ગોસ્વામી બાઈક લઇને મહિલા જ્યાં શાકભાજી લેતી હતી ત્યાં આવ્યો હતો. ત્યારબાદ તેને ચપ્પુ વડે શાકભાજી લેતી ભાવના પર હુમલ કર્યો હતો. આ ઘટનાની જાણ દુકાનદારને થતા તેને સંજયને ઘક્કો માર્યો હતો અને દૂર ખસેડ્યો હતો. છતા પર રોષે ભરાયેલા પ્રેમી સંજય ગૌસ્વામીએ પ્રેમિકા ભાવનાને ગાળા અને છાતીના ભાગે ચપ્પુના ઘા ઝીંકીને તેની હત્યા કરી નાંખી હતી. પ્રેમિકા ભાવનાની હત્યા કર્યા પછી પૂર્વ પ્રેમી ઘટના સ્થળ પર જ બેઠો રહ્યો હતો.

પૂર્વ પ્રેમી સંજયે ભાવનાની હત્યા કર્યા પછી દુકાનદારને કહ્યું પોલીસને ફોન કરો. તેથી દુકાનદારે પોલીસને સમગ્ર ઘટનાની માહિતી આપતા રાજકોટ A ડિવીઝન પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસે સંજયની ધરપકડ કરીની ભાવનાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

આ બાબતે દુકાનદારે જણાવ્યું હતું કે, મહિલા રીંગણા લેવા માટે આવી હતી અને તે સમયે હું દુકાનની અંદર હતો. સંજય અચાનક બાઈક પર દુકાન પર આવી ગયો અને મહિલાને ચપ્પુના ઘા મારવા લાગ્યો હતો. તે કહી રહ્યો હતો કે, હું તને 8 દિવસથી ગોતતો હતો. તે કેટલાયના ઘર ભાંગ્યા છે. આટલું કહેતાની સાથે હું સંજયને પકડીને દૂર લઇ ગયો હતો અને મહિલાને ભાગી જવા માટે કહ્યું હતું. પણ મહિલા પોતાનું લોહી જોઈએ નીચે પડીં ગઈ અને ત્યારબાદ સંજયે મને ધક્કો મારીને મહિલાને છરીના ઘા ઝીંકીને તેની હત્યા કરી હતી. સંજયે હત્યા કર્યા પછી એવું પણ કહ્યું હતું કે, હું છ મહિનાથી આને શોધું છું. આ ઘટના પછી મેં 100 નંબર પર ફોન કરીને સમગ્ર ઘટના પોલીસને કહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp