કચ્છમાં ફરીથી ભૂકંપનો આંચકોઃ ભચાઉ નજીક 3.1ની તીવ્રતા નોંધાઈ

PC: timescolonist.com

ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં દિવાળીના તહેવારોમાં પણ ધરતીકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાઈ ગયો છે. કચ્છના ભચાઉમાં લગભગ 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા.

કચ્છમાં વર્ષ 2001માં આવેલા ગોઝારા ભૂકંપ બાદ અવાર-નવાર ધરતીકંપના આંચકા આવે છે. દરમિયાન આજે શનિવારે બપોરે ભચાઉ નજીક લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. ધરા ધ્રુજતા લોકો ભયના માર્યા ઘરની બહાર દોડી ગયા હતા. રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા 3.1 નોંધાઈ છે.

તેમજ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 14મી દુર નોર્થ-વેસ્ટમાં નોંધાયું છે. ભૂકંપમાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp