ભારે વરસાદ બાદ રાજકોટમાં શું પગલા લેવાયા તેનો સરકારે આપ્યો રિપોર્ટ

PC: khabarchhe.com

ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, રાજકોટ શહેર તેમજ જિલ્લામાં પડેલા ભારે વરસાદને અનુલક્ષીને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા પોલીસ તેમજ અન્ય વિભાગ સાથે સંકલનમાં રહીને જાનમાલના નુકસાનને અટકાવવાની સુંદર કામગીરી કરી છે. જેનો ચિતાર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ગઇકાલની સમીક્ષા બેઠકમાં અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યો હતો.

પ્રશાસન દ્વારા કરવામાં આવેલી કામગીરી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લેવાયેલા પગલાંઓ

સતત 24 કલાક કંટ્રોલરૂમ કાર્યરત રહ્યો

937 કેમેરા દ્વારા શહેરના 211 સ્થળોનું લાઈવ નિરીક્ષણ

45 ટીમો દ્વારા બચાવની કામગીરી કરાઈ

11310 જેટલા મેનહોલની, 29 મુખ્ય વોંકળાની કરાઈ સફાઈ

15 કમ્પાઉન્ડ વોલ, 22 ડિવાઈડર - સ્પીડ બ્રેકર તોડી પાણીનો નિકાલ કરાયો

11 જેટલા આશ્રય સ્થાનોમાં 1307 લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાન્તર કરાયું

3921 ફૂડ પેકેટ તૈયાર કરાયા

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા પગલાંઓ

જિલ્લા અને તાલુકા કક્ષાએ આપદા પ્રબંધન હેલ્પ લાઈન શરુ કરાઈ

જિલ્લામાં કુલ 3306 લોકોનું સ્થળાંતર કરાયું

એન.ડી.આર.એફ. તેમજ એસ.ડી.આર.એફ. ની ટીમ દ્વારા 517 જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું

પી.જી.વી.સી.એલ. દ્વારા રાજકોટ ગ્રામ્યમાં વીજ પુન:સ્થાપન કરાયું

સામાજિક સંસ્થાઓ સાથે મળી ફૂડ પેકેટ અને ધાબળાઓનું વિતરણ કરાયું

208 લોકોની 85 ટીમ દ્વારા નુકશાનીનો સર્વેની કામગીરી કાર્યરત

શેલ્ટર હોમ તેમજ શાળાઓ આશ્રય માટે રિઝર્વ્ડ રખાઈ છે

304 જેટલા વિવિધ વિભાગના તરવૈયો હાજર રખાયા છે

જે.સી.બી., ડમ્પર, ટ્રેકટર, લોડર, ક્રેન, ગેસ કટર, જનરેટર સહીતની વ્યવસ્થા ઉપલબ્ધ રખાઈ છે

રોગચાળો અટકાયત માટે ઘેર ઘેર આરોગ્યની તપાસણી હાથ ધરાઈ છે

મચ્છર જન્ય રોગચાળો અટકાવવા કલોરીનેશન, ફોંગીગ મશીન, દવાયુક્ત મચ્છર દાનીનું વિતરણ શરૂ કરાયું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp