જૂનાગઢના સ્વામીનારાયણ સંતે વડતાલ મંદિર અને સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા

PC: Youtube.com

સ્વામીનારાયણ મંદિર વડતાલમાં ચૂંટણી જાહેર થતાની સાથે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરૂ થઇ ગયો છે. વડતાલ સ્વામીનારાયણ મંદિર અવાર નવાર વિવાદોમાં સપડાયેલું છે. ક્યારેક સાધુના મહિલાઓ સાથેના વીડિયો ચેટિંગ લઈને વિવાદમાં સપડાય છે, તો ક્યારેક એક સ્વામી દ્વારા બીજા સ્વામી પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાને લઇને વિવાદમાં સપડાય છે. ત્યારે હવે ચૂંટણી જાહેર થતાં ફરીથી વડતાલ સ્વામીનારાયણ મંદિર વિવાદમાં આવ્યુ છે. ચૂંટણી જાહેર થતાની સાથે જૂનાગઢ સ્વામીનારાયણ મંદિરના યજ્ઞપુરુષદાસ સ્વામીએ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કરી મોટો ઘટસ્ફોટ કર્યો હતો. સ્વામીએ વીડિયોમાં મંદિરનો તમામ વહીવટ ન્યાયાલયની દેખરેખ હેઠળ કરવા માટે પણ અપીલ કરે છે. કારણ કે, સ્વામીનારાયણ મંદિરમાં જે પણ થાય છે, તે તમામ વસ્તુ પૈસાના કારણે થાય છે અને પૈસા બિલકુલ મહેનત વગરના છે, તેવું નિવેદન પણ સ્વામીએ વીડિયોમાં કર્યુ હતું.

યજ્ઞપુરુષદાસ સ્વામીના વાયરલ થયેલા વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે, ગુજરાતની રાજ્ય સરકાર છે તેની પાસેથી પણ કોઈ અપેક્ષા નથી. કારણ કે, કેટલાક સાધુઓના નિવેદનો મે સાંભળ્યા છે કે, સરકાર આપણા ખીચ્ચામાં છે, સરકાર આપણી છે, આપણે કહીએ તેમ જ કરે છે, અને આપણે કરીયે તે કરવા દે છે અને જો આ વાત સાચી હોય તો ઘણું જોખમી છે. આ પ્રકરણ જોતા તો ખરેખર એવું લાગે છે કે, સરકાર આ લોકોની છે એટલા માટે સરકાર કોઇ પણ પ્રકારના પગલાં લેતી નથી અને કોઈ તપાસ થતી નથી એટલે હવે કોની પાસેથી અપેક્ષા રાખવી.

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, આ દેશની સર્વોચ્ચ અદાલતો છે કે, જેને ઘણા મોટા-મોટાને સજા કરી જેલમાં નાખ્યા છે. અમને એક ન્યાયાલય પાસે અપેક્ષા છે એટલે 20 વર્ષમાં જેટલા સાધુઓની લંપટલીલાઓ બહાર પ્રકાશિત થઈ છે, જેટલા ગોટાળા અને ભ્રષ્ટાચાર બહાર આવ્યા છે અને ચૂંટણીઓ થઈ છે અને આ ચૂંટણીમાં જે આક્ષેપો કરવામાં આવે છે અને ન કરવાના ધંધા કરવામાં આવે છે. આ બધાને ઉપાય જોતા મને એવું લાગે છે કે, જૂનાગઢ, ગઢડા અને વડતાલ આ ત્રણ મંદિરનો વહીવટ ન્યાયાલય પોતાની દેખરેખમાં કરે અને જો આવું થાય તો આ બધુ બંધ થઈ જશે. આના મૂળમાં પૈસા છે અને પૈસા આવે છે એટલા માટે જ આ બધું થાય છે અને પૈસા બિલકુલ મહેનત વગરના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp