સૌરાષ્ટ્રની આ 4 વર્ષની બાળકી છે ગૂગલ ગર્લ, કોઇપણ સવાલ પૂછો મળશે જવાબ

ગૂગલ પર સર્ચ કરતાની સાથે જ જેમ તમને સેકંડની અંદર જવાબ મળે છે, તેવી જ રીતે ગુજરાતની એક ચાર વર્ષની બાળકીને કોઈ પણ સવાલ પૂછતાંની સાથે તમને સેકન્ડમાં જવાબ મળશે. આ બાળકી ચાર વર્ષની બાળકી પાસે એટલી માહિતી છે કે, 4થી 5માં ધોરણમાં બાળકને આટલી માહિતી નહીં હોય. આ ચાર વર્ષની બાળકીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ વીડિયો લોકો સમાંભાળીને ખૂબ શેર કરી રહ્યા છે.

આ ચાર વર્ષની બાળક ગીરના છેવાડે આવેલા મીઠાપુર ગામમાં રહે છે અને તેનું નામ તનવી છે. તનવીના જનરલ નોલેજનો વીડિયો સોશિયલ મીડિયા પર એટલો વાયરલ થયો છે કે, અત્યાર સુધીમાં પાંચ લાખ કરતા પણ વધારે લોકો આ વીડિયોને જોઈ ચૂંક્યા છે. તનવીના માતા ગૌરીબહેન આંગણવાળીમાં કામ કાર છે. તનવીને તેના ગામના સરપંચથી લઇ શાળાના શિક્ષકો અને દેશના વડાપ્રધાનથી લઇને ઘડવૈયાઓના નામ યાદ છે. સવાલ કરતાની સાથે તનવી સેકંડમાં સવાલનો જવાબ આપે છે.

ઉલ્લેખનીય છે કે, અત્યારે ઘણા બાળકો કે, યુવાનો એવા હશે કે, તેમને પોતાના વિસ્તારના ધારાસભ્ય કે, સાંસદના નામ પણ યાદ નહીં હોય. પણ ચાર વર્ષની તનવીને તેના ગામ, જિલ્લા, તાલુકાનું નામ, માતા-પિતા, શિક્ષકો, સરપંચ, મુખ્યમંત્રી, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, બંધારણના ઘડવૈયાના નામની સાથે સાથે ઘણું બધું જનરલ નોલેજનું જ્ઞાન છે. ચાર વર્ષની ઉમરમાં તનવી આખું રાષ્ટ્રગીત પણ બોલે છે. તનવીનું એક જ સપનું છે કે, તે મોટી થઇને IPS ઓફિસર બને. તનવી હાલ પોતાના ગામની શાળામાં બાલમંદિરમાં અભ્યાસ કરે અને તેના પિતા મજૂરી કામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp