જાની દુશ્મન ધીરસિંહ હવે દિનુ બોઘા સોલંકીને માફ કરશે?

PC: Livelaw.com

દીનુ બોઘા સોલંકીને આજીવન કેસની સજા થઈ છે. ત્યારે તેના દુશ્મનો હવે માફ કરી દેશે? એવો સવાલ ભાજપમાં પૂછાઈ રહ્યો છે. થોડા મહિના પહેલા પહેલા ગીર સોમનાથના કોડીનારના 20 વર્ષથી કટ્ટર રાજકીય દુશ્મન ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી અને કોંગ્રેસના માજી ધારાસભ્ય ધીરસિંહ બારડ બંને શક્તિશાળી નેતાઓ વચ્ચે સમાધાન થયું. કોડીનારમાં રજપૂત સમાજના સાકર તુલા કાર્યક્રમમાં એક સ્ટેજ પર એક સાથે ફરી વખત જોવા મળ્યા હતા. સૌરાષ્ટ્રના રાજકારણમા નવા જૂની ના એંધાણ જોવા મળી રહ્યો છે. 20 વર્ષોથી એકજ સમાજના હોવા છતાં એકબીજા સાથે બોલવાનો વ્યવહાર પણ ન હતો. કોડીનારના દેવળી ગામ ખાતે ભાજપ અને કોંગ્રેસના બે કદ્દાવર નેતાઓની કારડીયા રાજપૂત સમાજના યુવાનો દ્વારા સાકર તુલા કરવામાં આવી હતી, જેમાં ભાજપના માજી સાંસદ દિનુ સોલંકી અને કોંગ્રેસના માજી ધારાસભ્ય ધીરસિંહ બારડ હતા. તેઓ અગાઉ પણ સાથે થયા હતા. દોઢસો વર્ષ પહેલા કોડીનાર પર મોમનાઓના શાસનના ત્રાસથી કોડીનારને મુકિત અપાવનાર દેદાબાપાનાં પુતળાના સ્વાગત કોડીનારના પેઢાવાડા ગામે કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં 8 હજાર બાઇક અને 30 હજાર યુવાનો સાથે રેલીમાં માજી સાંસદ દીનુભાઇ સોલંકી અને પૂર્વ ધારાસભ્ય ધીરસિંહભાઇ બારડ જોડાયા હતા.

એક વર્ષ પહેલાં બન્ને જૂથ સામ સામે હતા

19 ફેબ્રુઆરી 2018માં કોડીનારમાં નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના પિન્ટુ બારડ ઉપર થયેલા હુમલા બાદ ભાજપ છાવણી તરફથી પ્રકાશ લખમણ ડોડીયાએ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધીરસિંહ બારડ અને બીજા 15 અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી હતી. કોંગ્રેસના અગ્રણી રણજીતસિંહ ઉર્ફે પિન્ટુ બારડે ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી, તેમના પુત્ર જશપાલ દિનુ સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી. કોંગ્રેસમાં ગીર સોમનાથ જીલ્લા ઉપપ્રમુખ હોય અને કોડીનાર પાલિકા ચૂંટણીમાં દિનુ સોલંકી સામે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ઊભા રાખ્યા હોય તેમજ અગાઉના ઝઘડાના કારણે થયું હોવાનું નોંધવામાં આવ્યું હતું.

15 વર્ષ સુધી ચૂંટણી પછી સામ સામે ફરિયાદ

કોડીનાર નગરપાલિકા 15 વર્ષ બિનહરિફ થયા બાદ 10 ફેબ્રુઆરી 2013માં ચૂંટણી યોજાઇ હતી. હારી જવાનો ભયથી ભાજપનાં સાંસદ દિનુ સોલંકી અને કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય ધીરસિંહ બારડ દ્વારા ધાક ધમકી આપી ઉમેદવારોને ડરાવવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp