26th January selfie contest

જૂનાગઢમાં અવિરત મેઘમહેરથી જનજીવન તરબોળ: વિલિંગ્ડન ડેમ ઓવરફલો

PC: youtube.com

જૂનાગઢ ગત રવિવારથી હવામાનમાં પલટો આવ્યો હતો જંગલ વિસ્તારમાં છુટો છવાયો વરસાદ પડયો હતો મન મુકીને મેઘરાજા વરસતા નથી તેવી જન જીવનમાંથી ચર્ચાઓ ઉઠી રહી હતી પાણીની વિકરાળ સમસ્યા જનજીવન સામે મો ફાડીને બેઠી હતી કાળઝાળ ઉકરાટ બફારાથી જનજીવન ત્રસ્ત હતું ત્યારે ગત બુધવારથી મેઘરાજાએ ધીમી ધારે ઇનીંગ શરુ કરી છેલ્લા 48 કલાકથી અવીરત મેઘ મહેરથી જન જીવન એક તબકકે તરબોળ કરી દેતા સૌએ રાહતનો દમ ભર્યો હતો.

સાથે સાથે જંગલ વિસ્તાર પણ અવિરત મેઘ મહેરથી ખીલી ઉઠયો છે. જળાશયોમાં નવા નીરની આવક સાથે પીવાના પાણીના સમસ્યા હાલ પુરતી હલ થવા પામી છે. જૂનાગઢ તેમજ સરોઠ પંથકના ધરતીપુત્રો સહીત સમગ્ર જનજીવન અવિરત મેઘ મહેરથી રીતસર હર્ષની લાગણી ફેલાવા પામીછે. ગીરનાર તળેટીમાં ભારે વરસાદથી વિલિગ્ડન ડેમ ઓવરફલો થયો છે.

આ અંગે વધુ વિગત અનુસાર ગત રવિવારથી મેઘરાજા એ જૂનાગઢ શહેરી વિસ્તારથી લઇ જંગલ વિસ્તારમાં છુટી છવાઇ ઇનીંગ શરુ કરી હતી હવામાન ખાતાની આગાહીના પગલે જનજીવનમાં આશા જીવંત હતી પરંતુ મન મૂકીને મેઘરાજ વરસતા નહોવાથી જૂનાગઢ તેમજ સોરઠ પંથક પર જનજીવનમાં ઘેરા ચિંતાના વાદળો જોવા મળી રહ્યા હતા.

પીવાના પાણીની વિકરાળ સમસ્યા દિવસેને દિવસે વિકરાળ બની જન જીવન સામે મોં ફાડીને બેઠું હતું. આ તબકકે ગત બુધવારથી મેઘરાજાએ અણનમ ઇનીંગ રમવાનું શરુ કરતા આ લખાઇ રહ્યું છે. ત્યારે પણ સાંબેલા ધારે શહેરી વિસ્તારમાં મેઘ મહેર ચાલુ હોવાથી જનજીવનમાં આનંદની લહેર દોફી જવા પામી છે.

સાથે સાથે મુરઝાતી મૌલાતોને નવજીવન મળતા ધરતીનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે. ગીરનાર જંગલમાંથી નીકળતી નદીઓ સોનરખ, કાળવો, ઓઝત, જેવી નદીઓ બે કાંઠે થઇ છે વહેલી સવારે જૂનાગઢનો વિલીઝન ડેમ ચીકકાર ભરાઇ જવાના સમાચારો વાયુ વેગે શહેરભર માં પ્રસરી જવા પામ્યા હતા. શહેરની વચ્ચે આવેલું નરસિંહ મહેતા તળાવછલકાવાની તૈયારીમાં હોય જળાશયો પર સહેલાણીઓની ભીડ જામવા પામી છે.

છેલ્લા ર4 કલાકના સરકારી આંકડા મુજબ ભેંસાણ સાડા છ ઇંચ, સીઝનનો કુલ 10 ઇંચ જૂનાગઢ સાડા છ ઇંચ, સીઝનનો કુલ 11 ઇંચ કેશોદ દોઢ ઇંચ સીઝનનો કુલ 8 ઇંચ માળીયા 1 ઇંચ સીઝનનો કુલ 11 ઇંચ, માણાવદર સાડા ત્રણ ઇંચ સીઝનનો કુલ 7 ઇંચ, માંગરોળ અડધો ઇંચ સીઝનનો કુલ 7 ઇંચ, મેંદરડા સાડા ત્રણ સીઝનનો 11 ઇંચ વંથલી છેલ્લા ર4 કલાકમાં પ ઇંચ સીઝનનો કુલ 8 ઇંચ વિસાવદર 4 ઇંચ સાથે સીઝનનો કુલ સૌથી વધુ 1ર ઇંચ વરસાદ નોંધાવા પામ્યો છે

આની સાથે સાથે મનપા વિસ્તાર તેમજ ગ્રામ્ય પંથકમાં હવામાન ખાતુ ટુંકુ પડતુંહોય તેવા સંજોગો જોવા મળી રહ્યા છે. ઠેર ઠેરથી વરસાદના આંકડાઓ પુછતા મનપાના અધિકારીઓ સહીત હવામાન વિભાગ અને ડીઝાસ્ટર ના કર્મચારીઓ માથુ ખંજવાળવા લાગે છે આ ઉપરાંત શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાતા સ્થાનીક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

બુઘ્ધીજીવી અને ટઠેકનોલોજીનો સતત ઉપયોગ કરતો જૂનાગઢ મનપા પદાધિકારીઓ અને અધિકારીઓ વર્ષો પછી પણ જોષીપરા અંડરબ્રીજ તેમજ રેલવે ફાટકોની સમસ્યા દુર કરી ન શકતા સરકારનું અને મનપાનું ડીઝાસ્ટર મેનેજમેન્ટ ફકત વાતોના વડા કરવા પુરતુ જ હોય તેવું સામાન્ય પ્રજાજનને પ્રથમ દ્રષ્ટિએજ લાગી રહ્યું છે જંગલ વિસ્તારમાં અવિરત મેઘ મહેરથી હસનાપુર ડેમમાં પણ નવા નીરની આવક થતા સપાટી ખાસી ઉંચી આવવા પામી છે. પણ નવા નીરની આવક થતા સપાટી ખાસી ઉચી આવવા પામી છે.

જો કે મનપાએ નિમણુંક કરેલા અધિકારીઓ પાસે હાલ આનો કોઇ સ્પષ્ટ આંકડો ન હોવાથી હસનાપુર ડેમની સપાટી અંગે હાથ ઉંચા કર્યા હતા અવિરત મેઘ મહેરથી સોરઠ પંથકનો ધરતીનો તાત મુરઝાતી મૌલાત ખીલી ઉઠતા મલકાતો થયો છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp