26th January selfie contest

મહિલા કોંગ્રેસે લીંબુ મરચાના હાર પહેરી મોંઘવારીનો ગરબો લીધો,રસ્તા વચ્ચે રસોઈ કરી

PC: bhaskar.com

રાજ્યમાં મોંઘવારીને કારણે પ્રજા આર્થિક રીતે પીસાઈ રહી છે. સૌરાષ્ટ્રના મહાનગર રાજકોટના વૉર્ડ નં.13માં શહેર કોંગ્રેસ તરફથી એક અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. અત્યારે નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. એવામાં મોંઘવારી આસમાનને આંબી રહી છે. આ માહોલ વચ્ચે મોંઘવારીને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. મહિલા કોંગ્રેસે રસ્તા વચ્ચે ગેસ સિલિન્ડર એક બાજુ મૂકીને લાકડાથી ચૂલો પ્રગટાવીને શાક બનાવ્યું હતુ.

આ ઉપરાંત કોંગ્રેસની મહિલાઓએ મોંઘવારીના વિરોધમાં સુત્રોચ્ચાર પણ કર્યા હતા. લીબું મરચાના હાર પહેરીને ગરબે રમી હતી. આમ મહિલા કોંગ્રેસે મોંઘવારીનો ગરબો કર્યો હતો. મહિલા કોંગ્રેસ તરથી રાજ્યના આઠ મહાનગરમાં નોરતા દરમિયાન મોંઘવારીનો વિરોધ કરવા માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં આંબેડકર ચોકમાં વૉર્ડ નં.13માં કોંગ્રેસ કાર્યાલયની બાજું સરોજબેનને ઘરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. જેમાં ગેસના બાટલાનું કટઆઉટ પહેરીને મહિલાઓ વિરોધ કરવા માટે ઊતરી હતી. આ ઉપરાંત ભાજપ તેરે અચ્છે દિન જનતા તેરે બુરે દિન એવી નારેબાજી કરી હતી. આ ઉપરાંત મોંઘવારીને લઈને મહિલાઓએ રાસ લીધા હતા. રસ્તા વચ્ચે લાકડાના ચુલા પર રસોઈ કરવામાં આવી હતી. માત્ર ગેસ જ નહીં પેટ્રોલ ડીઝલના ભાવ પણ ભડકે બળી રહ્યા છે. એ સમયે કોંગ્રેસે રાજ્યના મહાનગરમાં વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે. તેલના ડબ્બા,ગેસના બાટલાને ફૂલહાર કરી તેની ફરતી બાજુ,ગળે શાકભાજીના હાર પહેરી ઢોલના તાલે મહિલાઓએ ગરબા લીધા છે. જોકે, છેલ્લા ત્રણ મહિનાથી પેટ્રોલ ડીઝલની સાથોસાથ ગેસ અને તેલના ભાવમાં વધારો થતા ખરા અર્થમાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

સતત બેનર્સ પ્રદર્શિત વારંવાર વિરોધ પ્રદર્શન છતાં સરકારે મોંઘવારી નહીં ઘટાડતા પ્રજામાં રોષ જોવા મળ્યો છે. કોંગ્રેસની આ મહિલાઓએ જણાવ્યું મોંઘવારી એટલી હદે બેફામ વધી છે કે લોકોની આર્થિક રીતે કમર તૂટી ગઈ છે. દરેક ચીજવસ્તુના ભાવ બેહદ વધી રહ્યા છે. મોંઘવારી કુદરતી સંજોગો કે તંગીથી નહીં પણ ભાજપ સરકારના ઉંચા કરવેરાના કારણે વધી છે. જે માટે કેન્દ્ર સરકાર સીધી રીતે જવાબદાર છે. ગુજરાત રાજ્યમાં મોંઘવારીનું ચિત્ર દરેક વર્ગને માઠી અસર કરી રહ્યું છે. કેન્દ્રમાં મનમોહનસિંહના શાસન વખતે ક્રૂડ આથી પણ વધુ મોંઘુ હતું છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ આટલે હદે વધ્યા ન હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp