ગુજરાતમાં ચોકીદાર કરાવે છે આ હોસ્પિટલમાં પ્રસુતિ

PC: dainikbhaskar.com

ગુજરાતનું આરોગ્ય તંત્ર ખાનગી હોસ્પિટલ સામે લાલ આંખો કરે છે અને સરકારી હોસ્પિટલમાં લાલિયાવાડી કરતા અને દર્દીના જીવન સાથે ચેડા કરતાં ડોક્ટરો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ગીર સોમનાથ જિલ્લામાં આવેલી ઉના સરકારી હોસ્પિટલનો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. આ સરકારી હોસ્પિટલમાં કરવામાં આવતી મહિલાની પ્રસુતિમાં ઘોર બેદરકારી સામે આવી છે. ઉનાની આ સરકારી હોસ્પિટલમાં મહિલાની પ્રસુતિ ડોક્ટરો દ્વારા કરવામાં આવતી નથી પરંતુ મહિલાની પ્રસુતિ પાર્ટટાઇમ રાખેલા ચોકીદારો કરાવે છે. ઉનાની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતો ડી. કે. મકવાણા નામનો પાર્ટટાઇમ ચોકીદાર મહિલાઓની પ્રસુતિ કરે છે. રાત્રીના સમયે ડોક્ટરો ગેરહાજર રહે છે અને ડોક્ટરો પોતાની હાજરી દેખાડવા માટે હોસ્પિટલના ચોકીદાર ડી. કે. મકવાણા પાસે મહિલાઓની પ્રસુતિ કરાવે છે.

આ રીતે ચાલતી ઘોર બેદરકારીના કારણે મહિલાનો અને તેના બાળકનો જીવ પણ જોખમમાં મૂકાય છે. આ વાત ચોકીદારને પૂછવામાં આવતા ચોકીદાર દ્વારા આ હોસ્પિટલમાં ઘણી મહિલાની પ્રસુતિ કરી હોવાની વાત પણ કબૂલવામાં આવી હતી. તેણે વધુમાં કહ્યું કે હું બધું જ કામ કરી શકું છું પણ હોસ્પિટલમાંથી કોઈ ફૂટેલું હશે જેના કારણે અમારી આ વાત બહાર લિક થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp