સાળાએ પ્રોપર્ટીની લાલચમાં આવીને બનેવીને દારૂમાં ઝેર ભેળવીને મારી નાંખ્યો

PC: dainikbhaskar.com

પૈસાની લાલચએ પોતાનાને પણ પારકા કરી નાંખે છે. પૈસા અને મિલકત માટે સગો ભાઈ ભાઈનું પણ ખૂન કરતા અચકાતો નથી અને આ પ્રકારના કિસ્સાઓ ભૂતકાળમાં પ્રકાશમાં આવ્યા છે. ત્યારે રાજકોટમાં પાંચ મહિના પહેલા સાળાએ કરેલી બનેવીને હત્યાનો ભેદ ફોરેન્સિકની રિપોર્ટ આવ્યા પછી ઉકેલાયો હતો.

રિપોર્ટ અનુસાર 24-8-2019ના રોજ જન્માષ્ટમીના દિવસે રાજકોટના કિશનપરામાં રહેતો અને દેવુભા સાકરીયાનું મોત નીપજ્યું હતું. મોત થયા પહેલા દેવુભાએ તેના શાળા અશ્વિન સાથે બેસીને દારૂ પીધો હતો. જન્માષ્ટમીની રાત્રીના સમયે અશ્વિન બેભાન અવસ્થામાં દેવુભાને ઘરે મૂકવા માટે ગયો હતો. દેવુભા બેભાન હોવાથી ઘરના સભ્યોએ અશ્વિનને પૂછતાં તેને જણાવ્યું હતું વધારે દારુ પીવાના કારણે તે ભાનમાં નથી સવારે બધું સારું થઇ જશે. સવારના સમય દેવુભા ન ઉઠતા પરિવારજનોએ હોસ્પિટલ લઇ જતા તે મૃત હોવાનું જાણવા મળ્યું હતું.

(અશ્વિન દેવુભાને કારમાં લઇ જઈ રહ્યો છે)

આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ કરી હતી. પોલીસે દેવુભાનું પોસ્ટમોર્ટમ કરાવતા ઝેરી વસ્તુ ખાવાથી તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, દેવુભાએ દારુની સાથે ડાયોક્લોરવોસ ઓર્ગેનો નોન-થાયો ફોસ્ફરસ નામના રાસાયણિક નામનું ઝેર પીવાથી તેનું મોત થયું છે. આ ઘટનાંમાં પોલીસને શંકા જતા પોલીસે દેવુભાના સાળા અશ્વિનની ધરપકડ કરીને તેની પૂછપરછ કરી હતી, ત્યારે પોલીસની સામે અશ્વિને તેના બનેવીની હત્યા કરી હોવાનું કબુલાત કરી હતી.

પોલીસને વધુમાં જાણવા મળ્યું હતું કે, દેવુભાની મિલકતની લાલચમાં સાળાએ તેની હત્યા કરી હતી. હત્યા કર્યા પછી અશ્વિને તેના મિત્રોની સાથે બેસીને ભોજન કર્યું હતું અને ત્યારબાદ દેવુભાના ખિસ્સામાં રહેલા 90 હજાર રૂપિયા કાઢી લીધા હતા અને પછી દેવુભાને તેના ઘરે મૂકી આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp