26th January selfie contest

નવી Bajaj Dominar 400 BS6 ભારતમાં લોન્ચ, કિંમતમાં કરાયો આટલો વધારો

PC: zigcdn.com

નવી Bajaj Dominar 400 BS 6ને ભારતમાં લોન્ચ કરવામાં આવી છે, કંપનીએ તેની કિંમતમાં વધારો કર્યો છે. Bajajએ ભારતમાં BS6 મોડલોનું ઉત્પાદન શરૂ કરી દીધું છે, જેના કારણે આ નવી ગાડીઓને લોન્ચ કરવામાં આવી રહી છે.

નવી Bajaj Dominar 400 BS6ને ભારતમાં 1.91 લાખ (એક્સ શોરૂમ)ની કિંમતે લોન્ચ કરવામાં આવી છે. હાલમાં જ કંપનીએ લોકપ્રિય Pulsar 150ને Bs6 અવતારમાં લોન્ચ કરી છે. Bajaj Dominar 400 BS6ની કિંમતમાં માત્ર 1749 રૂપિયાનો જ વધારો કરવામાં આવ્યો છે, પરંતુ આ પહેલા કંપનીએ સપ્ટેમ્બર, 2019માં આ ગાડીની કિંમતમાં 10000 રૂપિયાનો વધારો કર્યો હતો, જેને કારણે હાલ નવી ગાડીની કિંમતમાં વધુ વધારો કરવામાં નથી આવ્યો.

Bajaj Dominar 400ના લુકમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી, પરંતુ એન્જિનના મામલામાં BS6 અવતારમાં મોટો અપડેટ કરવામાં આવ્યો છે, જોકે હાલ તેના સ્પેસિફેકેશન્સ વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. જોકે, આશા રાખવામાં આવી રહી છે કે, Bajaj Dominar 400ની 373.3cc, સિંગલ સિલિન્ડર, લિક્વિડ કૂલ્ડ, ફ્યૂઅલ ઈન્જેક્ટેડ એન્જિન જુના મોડલ જેટલો જ પાવર અને ટોર્ક જનરેટ કરશે.

જુના CS4 મોડલનું એન્જિન 40bhpનો પાવર અને 35 ન્યૂટન મીટરનો ટોર્ક પ્રદાન કરતું હતું. નવા વર્ઝનમાં અપડેટેડ ECU તેમજ નવા કેટલિટિક કન્વર્ટર લગાવવામાં આવ્યા છે. તેના બ્રેક અને સસ્પેન્શનમાં પણ કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી તથા તેમાં જુના મોડલની જેમ જ સામે અપસાઈડ ડાઉન ફોર્ક તેમજ પાછળ મોનોશૉક ઓર્બ્ઝવર લગાવવામાં આવ્યા છે, તેમજ બંને વ્હિલ્ઝ પર ડિસ્ક બ્રેક લગાવવામાં આવી છે. ડ્યૂઅલ ચેનલ BS સ્ટાન્ડર્ડરૂપમાં જ આપવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે, કંપની ભારતમાં Bajaj Dominar 250ને પણ લાવવાની તૈયારી કરી રહી છે, તેને ભારતમાં ટૂંક સમયમાં જ લોન્ચ કરવામાં આવી શકે છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp