SIRI દ્વારા Appleએ એવું કર્યું કે ગ્રાહકોને હવે 814 કરોડ ચૂકવવા પડશે
![](https://khabarchhe.com/uploads/mc_path/173590846339.jpg)
પાંચ વર્ષ પહેલા ઘણા લોકોએ એપલ સામે સંયુક્ત રીતે કેસ કર્યો હતો. આ મામલો પરવાનગી વગર યુઝર્સની વાતચીત સાંભળવાનો હતો. આ એક ક્લાસ એક્શન મુકદ્દમો હતો અને હવે એપલ તેનું સમાધાન કરવા માંગે છે. એપલે સેટલમેન્ટ માટે 95 મિલિયન યુએસ ડૉલર એટલે કે રૂ. 814.5 કરોડ ચૂકવવા સંમતિ આપી છે.
Apple પર તેના ઉપકરણોમાં સિરી દ્વારા વપરાશકર્તાઓની ગોપનીયતા સાથે રમત રમવાનો આરોપ હતો. અહીં તમને જણાવી દઈએ કે, સિરી એપલનું વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ છે, જે દરેક સ્માર્ટફોન અને અન્ય એપલ ડિવાઇસમાં જોવા મળે છે.
આ ક્લાસ એક્શન મુકદ્દમામાં Apple પર ઘણા આરોપો મુકવામાં આવ્યા હતા. આમાંનો એક આરોપ એ હતો કે, કંપની સિરી દ્વારા પરવાનગી વિના લોકોની વાતચીત સાંભળે છે. Siriએ Appleનું વોઈસ આસિસ્ટન્ટ છે, જે દરેક Apple ઉપકરણોમાં આપવામાં આવે છે.
એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, એપલના વોઈસ આસિસ્ટન્ટ સિરી યુઝરની પરવાનગી વગર લોકોની વાતચીત રેકોર્ડ કરે છે. એપલ પર જાહેરાતકર્તાઓ સાથે વપરાશકર્તાઓની વૉઇસ રેકોર્ડિંગ શેર કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો.
Apple 17 સપ્ટેમ્બર, 2014 અને ડિસેમ્બર 31, 2024 વચ્ચે ખરીદેલા Appleના Siri ઈનબિલ્ડ ઉપકરણોના વપરાશકર્તાઓને પૈસા આપી શકે છે. જો આ સેટલમેન્ટ મંજૂર થશે તો, કંપની દરેક યુઝરને 20 ડૉલર (અંદાજે 1720 રૂપિયા) આપશે.
આ ઉપકરણોમાં iPhones, iPads, Apple Watches, MacBooks, HomePods, iPod touch અને Apple TVનો સમાવેશ થાય છે. બધા વપરાશકર્તાઓ તેમના વિવિધ ઉપકરણો માટે દાવો કરી શકે છે, પરંતુ ફક્ત મહત્તમ પાંચ ઉપકરણો પર જ વપરાશકર્તા પાસે વિકલ્પ હશે.
જો કે એપલ સમાધાન માટે તૈયાર છે, પરંતુ તેના માટે 14 ફેબ્રુઆરીએ સુનાવણી નક્કી કરવામાં આવી છે. જો તે જ દિવસે સેટલમેન્ટ મંજૂર થાય છે, તો Apple તેના અસરગ્રસ્ત ગ્રાહકોને નોટિસ મોકલશે. એપલ જે વપરાશકર્તાઓ સુધી પહોંચશે તેઓને માત્ર પૈસા જ નહીં મળે, પરંતુ પૈસાની સાથે આ કંપની એ પણ સુનિશ્ચિત કરશે કે, તેમના ખાનગી ફોન કોલ્સ કાયમ માટે ડિલીટ કરી દેવામાં આવે.
એક્સપર્ટ્સનું માનવું છે કે, એક રીતે આ એપલ યુઝર્સનો વિજય છે, પરંતુ જો આ મામલો થાળે ન પડ્યો હોત તો એપલ પર ઘણો મોટો દંડ થઈ શક્યો હોત. કારણ કે અમેરિકાના વાયરટેપ એક્ટ હેઠળ, જો કોર્ટે આ ક્લાસ એક્શન મુકદ્દમામાં એપલને દોષિત માનીને સજા સંભળાવી હોત તો કંપનીએ 1.5 અબજ ડૉલર સુધીનો દંડ ભરવો પડ્યો હોત.
જો 1.5 બિલિયન ડૉલરનો દંડ કરવામાં આવ્યો હોત, તો આનાથી પ્રભાવિત તમામ વપરાશકર્તાઓને મોટી રકમ મળી શકી હોત. પરંતુ એપલ યુઝર્સ વતી ક્લાસ એક્શન દાવો દાખલ કરી રહેલા વેન્ડર્સે એપલ સાથે મામલો સેટલમેન્ટ કરવાનો રસ્તો અપનાવ્યો.
રસપ્રદ વાત એ છે કે, પાંચ વર્ષ પહેલા એપલ સામે આ ક્લાસ એક્શન દાવો દાખલ કરવામાં આવ્યો હતો. જોકે એપલે પોતાની ભૂલ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે અને કહ્યું છે કે, સિરી દ્વારા લોકોના વોઈસ રેકોર્ડિંગ અજાણતા કરવામાં આવ્યા હતા.
આ ક્લાસ એક્શન મુકદ્દમાના સમાધાનમાં, કંપનીએ આરોપ મૂક્યો છે કે સિરીને અજાણતાં એક્ટિવેટ કરવામાં આવી હતી, જે 'Hey Siri' ફીચરના 2014માં લોન્ચ થયા પછી થઇ હતી, જેમાં જે વપરાશકર્તાના 'Hey Siri' કહેતા જ, કહ્યા વિના જ રેકોર્ડિંગ શરૂ કર્યું હોવાની વાત બહાર આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp