આવી ગયો દુનિયાનો પહેલો 'રોબોટ વકીલ', ટૂંક સમયમાં કોર્ટમાં રચાશે ઈતિહાસ

PC: towardsdatascience.com

એવું લાગે છે કે આવનારો સમય આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો હશે. કારણ કે ટેક્નોલોજીની દુનિયા વધુને વધુ દુનિયાના લોકોમાં પોતાનું સ્થાન બનાવી રહી છે. આ એપિસોડમાં, ખૂબ જ ટૂંક સમયમાં વધું એક ઇતિહાસ રચાશે જ્યારે વિશ્વનો પ્રથમ રોબોટ વકીલ કોર્ટમાં હાજર થશે અને લોકોનો પક્ષ જજની સામે રજૂ કરશે.

હકીકતમાં, ન્યૂયોર્ક પોસ્ટના એક અહેવાલ અનુસાર, બ્રિટનમાં પહેલીવાર 'રોબોટ વકીલ' ફેબ્રુઆરીમાં પોતાનો પહેલો કેસ લડવા જઈ રહ્યો છે. આ 'દુનિયાનો પ્રથમ રોબોટ વકીલ' હશે, જે કોર્ટમાં દલીલ કરશે. રિપોર્ટ અનુસાર, પ્રથમ રોબોટ વકીલ કોર્ટમાં એક વ્યક્તિનો પક્ષ રજૂ કરશે. તે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર ચાલશે. તે વાસ્તવિક સમયમાં કોર્ટની દલીલો સાંભળશે અને પ્રતિવાદીને સલાહ આપશે.

રિપોર્ટ અનુસાર, આ રોબોટ થોડા વર્ષો પહેલા Do Not Pay નામના સ્ટાર્ટઅપે તૈયાર કર્યો હતો, જેની માલિક જોશુઆ બ્રાઉડર છે. પહેલા આ રોબોટ કંઝ્યૂમરને માત્ર લેટ ફી અને દંડ વિશે જણાવતો હતો, પરંતુ હવે આ રોબોટ કેસ લડવામાં પણ સક્ષમ બની ગયો છે. કંપનીનો દાવો છે કે તે વિશ્વનો પ્રથમ રોબોટ વકીલ છે.

ડુ નોટ પેના સીઈઓ જોશુઆ બ્રાઉનરે કહ્યું કે સત્યને વળગી રહેવા માટે AIને તાલીમ આપવામાં આવી છે. હાલમાં, તે જોવાનું રસપ્રદ રહેશે કે કેવા રીતે તે તેનું સ્ટેન્ડ રજૂ કરશે અને જો તેને વધુ મંજૂરી આપવામાં આવે તો તે બીજું શું કરી શકે છે. અન્ય અહેવાલ મુજબ, જોકે, પ્રાઈવસીના કારણોસર, આ વિશે વધુ માહિતી આપવામાં આવી નથી.

જણાવી દઈએ કે દુનિયામાં પહેલાથી જ જજ રોબોટનો પ્રોજેક્ટ ટ્રાયલ શરૂ થઈ ચૂક્યો છે. યુરોપના એન્ટોનિયાએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી ચાલતો રોબો-જજ તૈયાર કર્યો છે, જ્યાં રોબોટે જજ તરીકે કામ કરવાનું શરૂ કર્યું છે. ચીનમાં પણ આવો જ એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. ભારતમાં પણ આ દિશામાં કેટલાક પગલા લેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp