24000 રૂપિયા સુધી સસ્તુ થઇ ગયું આ સ્કૂટર, જાણો કિંમત

PC: autocarindia.com

Ather Energyએ પોતાના પોપ્યુલર સ્કૂટર Ather 450 Plusની કિંમતમાં ઘટાડો કર્યો છે. આ સ્કૂટરને હવે મહારાષ્ટ્રમાં 24000 રૂપિયા સુધીમાં સસ્તુ કરી દેવામાં આવ્યું છે. જેને હવે 1.03 લાખ રૂપિયામાં ખરીદી શકાય છે. જો તમે પેટ્રોલ અને ડીઝલની ઝંઝટથી મુક્તિ મેળવવા માગો છો તો ગ્રીન એનર્જીવાળું આ સ્કૂટર તમારા માટે શાનદાર ઓપ્શન બની શકે છે.

મળશે TFT ઈંસ્ટ્રુમેન્ટ કંસોલ

આ સ્કૂટરમાં તમને સ્ટોરેજ માટે પણ 22 લીટરની સારી સ્પેસ મળે છે. સ્કૂટરમાં ઓલ LED સેટઅપ મળે છે. સાથે જ 7.0 ઈંચ TFT ઈંસ્ટ્રુમેન્ટ કંસોલ મળે છે. સ્કૂટરમાં તમને અલોય વ્હીલ પણ મળશે અને તેનું વજન 108 કિગ્રા છે.

80 કિમીની ટોપ સ્પીડ

Ather 450 Plus સ્કૂટર PMSM મોટર પર રન કરે છે. જે 7.24hp પાવર અને 22Nm ટોર્ક જનરેટ કરે છે. આ સ્કૂટર 0-40km/h સ્પીડ 3.9સેકન્ડમાં પકડી લે છે અને 80km/h ની સ્પીડની સાથે આવે છે.

સિંગલ ચાર્જમાં 100 કિમીની રેન્જ

આ સ્કૂટર સિંગલ ચાર્જમાં 100 કિમીની રેન્જ હાંસલ કરી શકે છે. જો લોકલ ટ્રાવેલિંગ માટે સારી રેન્જ છે. આ સ્કૂટરને મુંબઈ, પુણે, નાસિક અને નાગપુર જેવા શહેરોમાં સબસિડીના ભાવે ખરીદી શકાય છે. આ શહેરોમાં તમે આ સ્કટરને 1.03 લાખ રૂપિયામાં ખરીદી શકો છો. જણાવીએ કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ઈલેક્ટ્રિક વ્હિકલની સબસિડી બ્રેકઅપમાં ફેરફાર કર્યો છે. જેનાથી દેશમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપી શકાય. માટે ઘણાં રાજ્યોમાં ઈ-બાઇક્સ અને ઈ-સ્કૂટર્સની કિંમતોમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે.

ગુજરાતની વાત કરીએ તો, રાજ્ય સરકારે હાલમાં જ આવનારા 4 વર્ષ માટે ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી જાહેર કરી છે. જેના હેઠળ ઈલેક્ટ્રિક સ્કૂટર કે કારની ખરીદી પર રાજ્ય સરકાર દ્વારા સબસિડી આપવામાં આવશે. ટુવ્હીલર માટે 20000 રૂપિયા અને કાર માટે દોઢ લાખ રૂપિયાની સબસિડી ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે. ગુજરાત સરકારનું આ બાબતે કહેવું હતું કે, નીતિ દ્વારા ઈલેક્ટ્રોનિક વ્હીકલની નવી ટેકનોલોજીને પ્રોત્સાહન મળશે તથા ઈવ્હીકલના ડ્રાઇવીંગ, વેચાણ, ધિરાણ, સર્વિસિંગ અને ચાર્જિંગ વગેરે ક્ષેત્રોમાં રોજગારીની તકોમાં વૃદ્ધિ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp