જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી તે Bajaj Qute 18 તારીખે થશે લોન્ચ, જાણો કિંમત

PC: ndtv.com

દેશની પહેલી ક્વાડ્રીસાયકલને ટૂંક સમયમાં જ બજારમાં જોવા મળશે, કારણ કે Bajaj Quteના લોન્ચિંગની તારીખ આવી ગઈ છે. લાંબા સમયથી રાહ જોવાતી હતી તે Bajaj Qute 18 એપ્રિલે ભારતમાં લોન્ચ થવાની છે. પોતાની ડિઝાઈન અને ઉપયોગના આધાર પર તે ક્વાડ્રીસાયકલ થ્રી-વીલર રિક્શા અને કારની વચ્ચેના સેગમેન્ટમાં જગ્યા બનાવશે. Bajaj Auto એક્સપોર્ટ માર્કેટ માટે લાંબા સમયથી ભારતમાં Qute કારને બનાવી રહી છે. હવે તેને ભારતીય બજારમાં પણ ઉતારવામાં આવી રહી છે.

Bajaj Quteને પહેલીવાર 2012માં ઓટો એક્સપોમાં રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ 2016 ઓટો એક્સપોમાં તેનું પ્રોડક્શન વર્ઝન (બજારમાં લોન્ચ થનારું) પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. પરંતુ નિયમો અનુસાર તે ભારતના રસ્તા પર ચાલવા માટે ઉપર્યુક્ત નહોતી.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે)એ ક્વાડ્રીસાયકલ નામથી દેશમાં ગાડીઓના એક નવા સેગમેન્ટ બનાવવાની મંજૂરી આપી. આ સેગમેન્ટ બન્યા બાદ Bajaj Qute હવે ભારતીય રસ્તાઓ પર ચાલવા માટે કાયદાકીયરીતે સ્વીકૃત (રોડ લીગલ) છે. હવે તેનો કમર્શિયલ અને પર્સનલ યુઝ કરી શકાશે.

Bajaj Quteમાં 216cc, સિંગલ-સિલિન્ડર, ટ્વિન સ્પાર્ક એન્જિન છે. આ એન્જિન મોનો-ફ્યુઅલ વર્ઝનમાં ઉપલબ્ધ છે. તેનો મતલબ એ થયો કે તેને તમે પેટ્રોલ કે પછી CNG ઓપ્શનમાં લઈ શકો છો. બંને ફ્યુઅલ (પેટ્રોલ-CNG) ઓપ્શન એકસાથે ઉપલબ્ધ નહીં હશે. પેટ્રોલ વર્ઝનમાં આ એન્જિન 13bhpનો પાવર અને 18.9Nm ટોર્ક જનરેટ કરે છે. CNG વર્ઝનમાં આ એન્જિન 10bhpનો પાવર અને 16Nmનો ટોર્ક જનરેટ કરે છે. Bajaj Quteનું એન્જિન 5-સ્પીડ ગિયરબોક્સથી લેસ છે.

 Bajaj Quteના પેટ્રોલ વર્ઝનની કિંમત 2.64 લાખ અને CNG વર્ઝનની કિંમત 2.84 લાખ રૂપિયા છે. આ કિંમતો એક્સ શો-રૂમની છે. સાઈઝના મામલામાં તે Tata Nano કરતા પણ નાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp