મોંઘી કારની કિંમતમાં BMWએ ભારતમાં લોન્ચ કર્યું સ્કૂટર, એવું તે શું ખાસ છે!

PC: gadgets360.com

BMW Mororradએ ભારતમાં પોતાનું મેક્સી-સ્કૂટર C 400 GT લોન્ચ કરી દીધું છે. સ્કૂટર જોવામાં જબરદસ્ત લૂક આપે છે અને દમદાર પાવરથી લેસ આવે છે પરંતુ તેને ખરીદવા માટે તમારે ઘણી બધી કિંમત ચૂકવવી પડશે. BMW C 499 GTમા 4 સ્ટ્રોક એન્જિન મળે છે જે 35 Nmનો પિક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. સ્કૂટર માત્ર 9.5 સેકન્ડમાં 0-100 Kmphની ઝડપ પકડી શકે છે અને તેની ટોપ સ્પીડ 139 kmph છે.

BMW C 400 GTની શરૂઆતી કિંમત 9.95 લાખ રૂપિયા છે જેની સાથે જ તે હવે ભારતના સૌથી મોંઘા સ્કૂટરનું ટાઇટલ મેળવી ચૂક્યું છે. આ કિંમતમાં મોટા ભાગે સ્પોર્ટ્સ બાઇક વેચવામાં આવે છે. BMW C 400 GTન મેક્સી સ્કૂટર અલ્પાઇન વ્હાઇટ અને સ્ટાઈલ બ્લેક કલર ઑપ્શનમાં રજૂ કરવામાં આવ્યું છે. સ્કૂટરની બુકિંગ BMW Motorrad ડિલરશિપ પર શરૂઆત થઈ ગઈ છે. ચાલો તો જોઈએ BMW C 400 GT સ્પેસિફિકેશન અને ફીચર્સ.

આ એક મેક્સી સ્કૂટર છે એટલે તે મોટી અને ભારે ડિઝાઇન સાથે આવે છે જેને તમે કલાકો સુધી થાક્યા વિના ચલાવી શકો છો. મેક્સી સ્કૂટરને લાંબી રાઇડિંગ માટે ડિઝાઇન કરવામાં આવે છે. BMW C 400 GTમા LED ટર્ન ઇન્ડિકેટર્સના BMW મોટરરાડ કનેક્ટિવિટી સાથે 6.5 ઇંચ TFT કલર ડિસ્પ્લે, USB ચાર્જિંગ સોકેટ, હિટેડ ગ્રિપ્સ (ઓપ્શનલ) અને હિટેડ સીટ (ઓપ્શન), એન્ટિ થેફ્ટ ઍલાર્મ સિસ્ટમ, ટેલિસ્કૉપિક ફ્રન્ટ ફોકર્સ, ડબલ બ્રેક અને ABS જેવી ઘણી સ્ટાન્ડર્ડ સેફ્ટી ફીચર્સ સામેલ છે.

તેમાં નવું ફીચર 350cc વૉટર કુલ્ડ સિંગલ સિલિન્ડર 4 સ્ટ્રોક એન્જિન આપવામાં આવ્યા છે જે 34hpની મેક્સ પાવર અને 35Nmનો પિક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. આ એન્જિનના કારણે સ્કૂટર 9.5 સેકન્ડમાં 0-100 કિલોમીટર સુધી સ્પીડ પકડી શકે છે. જેમ કે અમે જણાવ્યું, સ્કૂટરની ટોપ સ્પીડ 139 કિમી પ્રતિ કલાકની છે. BMW ગ્રૃપ ઇન્ડિયાના અધ્યક્ષ વિક્રમ પાવાહે કહ્યું કે એકદમ નવી BMW C 400 GTનું લોન્ચથી ભારતમાં એક નવા યુગની શરૂઆત કરે છે. આ પ્રગતિશીલ અને સ્ફુર્તિલા મિડ આકારના સ્કૂટરને શહેર અને લાંબા પર્યટન સ્થળ પર લઈ જવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેના યુઝર્સ શહેરની સવારી અને કાર્યાલયની મુસાફરી બંનેનો આનંદ લઈ શકાય છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp