શાનદાર માઇલેજની સાથે જોરદાર બૂટસ્પેસ ધરાવતી આ CNG કારનું બુકિંગ શરૂ થયું

PC: twitter.com

દેશની પ્રમુખ વાહન નિર્માતા કંપની ટાટા મોટર્સે આજે ઓફિશયલી પોતાની આવનારી નવી Altroz iCNG કારનું બુકિંગ શરૂ કરી દીધુ છે. જલ્દીથી જ આ કારનું ઓફિશિયલ વેચાણ પણ શરૂ કરી દેવામાં આવશે, જે બાદ આ કારની કિંમતનો પણ ખુલાસો થશે. કંપની દ્વારા શેર કરવામાં આવેલી જાણકારી અનુસાર Altroz iCNGની ડિલિવરી મે, 2023માં શરૂ કરવામાં આવશે. ઇચ્છુક ગ્રાહકો આ કારને કંપનીની ઓફિશિયલ ડીલરશિપ અને ઓફિશિયલ વેબસાઇટના માધ્યમથી લગભગ 21000 રૂપિયાની રકમથી બુક કરાવી શકે છે.

ટાટા Altroz iCNG કુલ ચાર વેરિયેન્ટ્સ સાથે આવશે. જેમાં XE, XM+, XZ અને XZ+ શામેલ છે. ગ્રાહક આ કારને કુલ ચાર કલરમાંથી પસંદ કરી શકશે, જેમાં ઓપેરા બ્લુ, ડાઉનટાઉન રેડ, આર્કેડ ગ્રે અને એવન્યુ વ્હાઇટના ઓપ્શન મળશે. ખાસ વાત એ છે કે, Altroz iCNG વર્ઝન પર કંપની ત્રણ વર્ષ કે એક લાખ કિલોમીટરની સ્ટાન્ડર્ડ વોરંટની પણ આપી રહી છે.

Altroz iCNGની ખાસ વાત એ છે કે, CNG કાર હોવા છતાં તેમાં તમારે બૂટ સ્પેસમાં કોમ્પ્રોમાઇઝ ન કરવું પડશે. આ કારમાં CNG સિલિન્ડરને બૂટની નીચે સ્થાપિત કરવામાં આવ્યા છે અને તેના ઉપર એક મજબૂત પાર્શિયલ ટ્રે આપવામાં આવી છે, જે તેના બૂટને ઉપર નીચે બે હિસ્સામાં વિભાજિત કરે છે અને ટાટા મોટર્સનો દાવો છે કે, દેશની પહેલી CNG કાર છે કે જે ડ્યુઅલ સિલિન્ડર ટેક્નોલોજી સાથે આવે છે.

આ કારમાં 1.2 લીટરનું રિવોટ્રોન બાય ફ્યુઅલ એન્જિન આવશે જે પેટ્રોલ મોડમાં 85 બ્રેક હોર્સ પાવરનો પાવર જનરેટ કરશે અને 113 ન્યુટન મીટરનો ટોર્ક જનરેટ કરશે. જોકે, CNG મોડમાં આ પાવર આઉટપુટ ઘટીને 77 બ્રેક હોર્સ પાવર થઇ જાય છે. આ પ્રિમિયમ CNG હેચબેકમાં સિંગલ એડવાન્સ ECU અને ડાયરેક્ટ સ્ટેટ CNG જેવા ફીચર પણ આપવામાં આવ્યા છે. તે સિવાય આ કારમાં 7 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવશે જે એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લેને સપોર્ટ કરે છે. કારમાં વોઇસ એક્ટિવેટેડ સનરૂફ, 16 ઇંચના એલોય વ્હીલ્સ, સ્ટાર્ટ સ્ટોપ બટન, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, હાઇટ એડજેસ્ટેબલ ડ્રાઇવિંગ સીટ અને પાછલી સીટ પર AC વેન્ટ્સ જેવા ફીચર પણ આપવામાં આવી શકે છે.

જ્યાં સુધી લુક અને ડિઝાઇનની વાત છે તો જે મોડલ કંપનીએ ઓટો એક્સપોમાં શોકેસ કર્યું હતું, તે ઘણા અંશે એક રેગ્યુલર હેચબેક જેવું જ હતું. તેનાથી એક્ટિરિયરમાં  iCNG બેજ સિવાય અન્ય કોઇ મોટા ફેરફાર ન મળશે. ઘરેલુ બજારમાં ટાટા મોટર્સની આ ત્રીજી CNG કાર છે, આ પહેલા કંપની ટિયાગો અને ટિગોર સેડાનને CNG વેરિયેન્ટમાં રજૂ કરી ચુકી છે.

CNG કાર હોવા છતાં તેમાં તમને બૂટ સ્પેસમાં કોઇ સમજૂતી ન કરવી પડશે. તેમાં CNG સિલિન્ડરને બૂટની નીચે સ્થાપિત કરવામાં આવ્યા છે અને ઉપરથી એક મજબૂત ટ્રે આપવામાં આવી છે. ટાટા મોટર્સનો દાવો છે કે, આ પહેલી એવી કાર છે કે, જે ડ્યુઅલ સિલિન્ડર CNG ટેક્નોલોજી સાથે આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp