5000mAh બેટરી સાથે Vivoએ લોન્ચ કર્યો સસ્તો 5G સ્માર્ટફોન, જાણો તેની કિંમત

PC: priceinall.com

Vivoએ નવા વર્ષે એક સસ્તો ફોન લોન્ચ કર્યો છે. Vivoનો આ એન્ટ્રી લેવલ 5G ફોન છે. આ ફોનમાં HD+ સ્ક્રીન આપવામાં આવી છે. આ ફોન ડાયમેન્સિટી 700 ચિપસેટ સાથે આવે છે. આ સિવાય ફોનની પાછળ ડ્યુઅલ કેમેરા સેટઅપ અને મોટી બેટરી આપવામાં આવી છે. અહીં તમને તેની સંપૂર્ણ ડિટેલ્સ જણાવવામાં આવી રહી છે.

Vivo Y35mમાં 6.51-ઇંચની IPS LCD વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે આપવામા આવી છે. તેમાં HD+ રિઝોલ્યુશન 720x1600 પિક્સેલ સાથે આપવામાં આવે છે. આ ફોનમાં 60Hz નો રિફ્રેશ રેટ આપવામાં આવ્યો છે. ફોટોગ્રાફીની વાત કરીએ તો તેના રિયરમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે.

તેની પાછળ 13 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરો આપવામાં આવ્યો છે. આ સાથે 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર આપવામાં આવ્યો છે. ફોનની પાછળ LED ફ્લેશ પણ આપવામાં આવી છે. સેલ્ફી અને વિડિયો કોલ માટે તેના ફ્રન્ટમાં 5 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.

Vivo Y35m માં ડાયમેન્સિટી 700 ચિપસેટ આપવામાં આવી છે. આ ફોનમાં 4GB, 6GB અને 8GB રેમ વેરિએન્ટ આપવામાં આવ્યા છે. ત્રણેય મોડલમાં 128GB સ્ટોરેજ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન Android 13 આધારિત OriginOS Ocean સાથે આવે છે.

Vivo Y35mમાં 5,000mAh બેટરી 15W ચાર્જિંગ સપોર્ટ સાથે આપી છે. તેમાં ડ્યુઅલ સિમ 5G, Wi-Fi 802.11ac, બ્લૂટૂથ 5.2, GPS, એક USB-C પોર્ટ અને એક 3.5mm ઓડિયો જેક આપ્યો છે. તેની બાજુમાં ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે.

ઉપર જણાવ્યા મુજબ, Vivo Y35m ત્રણ RAM વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. તેના બેઝ મોડલમાં 4GB રેમ સાથે 128GB ઇન્ટરનલ મેમરી આપી છે. જ્યારે 6GB રેમ અને 8GB રેમવાળા વેરિઅન્ટમાં માત્ર 128GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે.

આ ફોનને હાલમાં ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. તેની કિંમત 1,399 યુઆન (લગભગ 16 હજાર રૂપિયા) થી શરૂ થાય છે. તેને સ્ટાર ઓરેન્જ અને સ્ટેરી નાઈટ બ્લેક શેડ્સમાં રજૂ કરવામાં આવ્યો છે. ભારતમાં તેની ઉપલબ્ધતા પર હાલમાં કોઈ માહિતી આપવામાં આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp