સસ્તા વાહનો વેચાતા નથી, પહેલી કાર ખરીદનારા નિર્ણય ટાળી રહ્યા છે, SUVની ડિમાન્ડ

PC: evoindia.com

કોરોના મહામારીએ સામાન્ય લોકોની આવક પર એટલી મોટી અસર કરી છે જેનું પ્રતિબિંબ ઓટમોબાઇલ ઇન્ડસ્ટ્રીઝ પર દેખાઇ રહ્યું છે. મોંઘી કાર તો વેચાઇ છે, પરંતુ સસ્તા વાહનોની એટલી ખરીદી નિકળતી નથી. જે લોકો પહેલી વખત કાર ખરીદવાનું વિચારતા હતા, તેવા લોકો અત્યારે આવકના અભાવે  ટુ વ્હીલર કે ફોર વ્હીલર ખરીદવાનું ટાળી રહ્યા છે.

ગ્રામીણ અર્થવ્યવસ્થાને દર્શાવતા ટુ-વ્હીલરનું વેચાણ નાણાંકીય વર્ષ 2022માં ઘટ્યું છે. જુલાઈમાં પેસેન્જર વાહનોના વેચાણમાં વાર્ષિક ધોરણે 11 ટકાનો વધારો થયો છે. કોરોના રોગચાળાએ એન્ટ્રી-લેવલ કાર ખરીદનારાઓની આવકની ધારણા પર ભારે અસર કરી છે.

કોવિડ મહામારી બાદ દેશનું ઓટોમોબાઈલ સેક્ટર ફરી એકવાર ચમકતું જોવા મળી રહ્યું છે. વાહનોના ઉત્પાદન અને વેચાણના આંકડામાં વધારો થયો છે. આ દરમિયાન ઓટો કંપનીઓ સતત નવા વાહનો લોન્ચ કરી રહી છે. ઓટો સેલ્સ ડેટા પણ મિશ્ર ચિત્ર દર્શાવે છે.

સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM)ના રિપોર્ટ મુજબ કાર, વાન અને યુટિલિટી વ્હિકલ સહિતના વાહનોનું વેચાણ ઓગસ્ટમાં 21 ટકા વધીને 2,81,210 યુનિટ થયું હતું, જેનું ઉત્પાદન વધ્યું હતું. ટુ-વ્હીલરનું વેચાણ 16.63 ટકા વધીને 15.6 લાખ યુનિટ થયું છે.

CRISILના રિપોર્ટમાં કહેવમાં આવ્યું છે કે, ભારતમાં પહેલી વખત કારનો ઉપયોગ કરનારા  અથવા વપરાયેલી કારમાંથી અપગ્રેડ કરનારા લોકો સામાન્ય રીતે ઓછી કિંમતની કાર ખરીદે છે. રોગચાળાએ એન્ટ્રી-લેવલ કાર ખરીદનારાઓની આવકની ધારણા પર નોંધપાત્ર અસર કરી હતી. આવી સ્થિતિમાં ખરીદી અને અપગ્રેડેશનના નિર્ણયો મોકૂફ રાખવામાં આવ્યા હતા. ઓટો સેક્ટરમાં એકતરફી પુનઃસ્થાપનનું આ જ કારણ છે.

ગ્રામીણ અર્થવ્યવસ્થાને દર્શાવતા ટુ-વ્હીલરનું વેચાણ FY22માં ઘટ્યું છે. જુલાઈમાં પેસેન્જર વાહનોના વેચાણમાં વાર્ષિક ધોરણે 11 ટકાનો વધારો થયો છે. પરંતુ વિરોધાભાસ જુઓ કે મોંઘી કાર વધુ વેચાઈ, પરંતુ સસ્તી કાર એટલી વેચાઈ નહીં.

ઓટો સેક્ટર માટે ચિંતાજનક બાબત એ છે કે પ્રાપ્ત થયેલી રિકવરી એકસરખી નથી. દાખલા તરીકે, પ્રીમિયમ સેગમેન્ટના વાહનોની જેમ, કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં રૂ. 10 લાખથી વધુની કિંમતની કારના વેચાણમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી, પરંતુ ટુ-વ્હીલર, જે ઓછી આવક ધરાવતા જૂથોમાં માંગનું માપદંડ માનવામાં આવે છે, તે સુસ્ત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp