WhatsApp પર ભૂલથી પણ ન મોકલતા આવા વીડિયોઝ, બંધ થઈ શકે છે અકાઉન્ટ

PC: softfeed.in

WhatsAppએ કહ્યુ છે કે, તેની મેસેજિંગ એપ પર ચાઈલ્ડ પોર્નોગ્રાફી માટે કોઈ જગ્યા નથી અને તે આવા કન્ટેન્ટ્સને ફેલાતા રોકવા માટે કડક પગલાં ઉઠાવતુ રહ્યુ છે. તેમાં યુઝર્સની ફરિયાદના આધાર પર અકાઉન્ટ્સ બંધ કરવાનુ પણ સામેલ છે.

WhatsAppએ ચાઈલ્ડ પોર્નોગ્રાફીને ધૃણાજનક જાહેર કરી જણાવ્યુ હતુ કે, તે એન્જન્સીઓના અનુરોધ પર આ પ્રકારના અપરાધોની તપાસ કરશે. WhatsAppના એક પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે, અમે એવા મેસેજીસને નથી જોઈ શકતા, જે લોકો એકબીજાને મોકલે છે. અમે યુઝર્સની ફરિયાદના આધાર પર અકાઉન્ટ્સ બંધ કરવા સહિત અન્ય કડ પગલાં લઈ શકીએ છીએ. ચાઈલ્ડ પોર્નોગ્રાફી માટે અમારા પ્લેટફોર્મ પર કોઈ જગ્યા નથી.

કંપની તરફથી આ પ્રતિક્રિયા ઉચ્ચતમ ન્યાયાલયની ટિપ્પણી બાદ આવી છે. ન્યાયાલયે ગુરુવારે જણાવ્યુ હતુ કે, કેન્દ્ર સરકાર અને દિગ્ગજ ઈન્ટરનેટ કંપનીઓ જેવી કે- Google, Microsoft અને Facebook સતત બળાત્કાર, ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને આપત્તિજનક સામગ્રીને સમાપ્ત કરવાની જરૂરિયાત પર સહમત છે. તેમાં જણાવવામાં આવ્યુ છે કે, કેન્દ્ર દ્વારા આપવામાં આવેલા ઉપાયોને કાર્યાન્વયનના ઉદ્દેશ્યથી દરેક એકમને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SoP)નો પ્રસ્તાવ આપવો પડશે.

જજ મદન બી. લોકૂર અને યૂ. યૂ. લલિતની બેન્ચે જણાવ્યુ હતુ કે, દરેક લોકો સહમત છે કે ચાઈલ્ડ પોર્નોગ્રાફી, બળાત્કાર અને સામૂહિક બળાત્કારના વીડિયોને જડમૂળમાંથી દૂર કરવાની જરૂર છે. આ આધાર પર SoPના પ્રસ્તાવને તૈયાર કરવામાં આવશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp