26th January selfie contest

ચાઇનીઝ એપ્સથી 5 લાખ ભારતીયોના રૂ. 150 કરોડથી વધુ ચાઉં, આ રીતે બચી શકો છો

PC: economictimes.indiatimes.com

Google Play Store અને Apple App Store પર વિવિધ પ્રકારની એપ્સ રહેલી છે. મોટાભાગની એપ્સ વિશે કહેવામાં આવે છે કે, રિવ્યૂ કર્યા બાદ જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થાય છે. તેમ છતા માલવેર અને ફેક એપ્સ પ્લેટફોર્મ્સ પર આવી જાય છે. આ મામલામાં Apple એપના ઈકો-સિસ્ટમને વધુ સેફ માનવામાં આવે છે કારણ કે ડેવલપરે વેરિફિકેશન પ્રોસેસમાંથી પસાર થવુ પડે છે. ત્યારબાદ પણ આ પ્લેટફોર્મ પર ફેક એપ્સ મળી આવે છે.

મોબાઈલ યુઝર્સના વધવાની સાથે આ પ્લેટફોર્મ્સનો યુઝ કરીને સ્કેમર્સ ફેક એપને ટાર્ગેટેડ મોબાઈલમાં ઈન્સ્ટોલ કરાવી દે છે. હાલમાં જ એક ઘટના સામે આવી છે, જેમાં એક ફેક એપે 5 લાખ ભારતીયોના 150 કરતા વધુ કરોડ ઉડાવી લીધા.

ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, ઘણા ફાયનાન્સિયલ ઈન્વેસ્ટમેન્ટવાળા એપ્સ દાવો કરે છે કે, જે લોકો પૈસા ઈન્વેસ્ટ કરશે તેના પર હાઈ રિટર્ન આપવામાં આવશે. દિલ્હી પોલીસના સાયબર સેલે આ રેકેટ્સનો પર્દાફાશ કર્યો છે. તેની પાછળ ચીની કંપનીઓનો હાથ હતો, જે મલ્ટીલેવલ માર્કેટિંગ મોડલનો યુઝ કરીને ચીટિંગ કરતી હતી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કેટલીક એપ્સ ગુગલ પ્લે સ્ટોર પર લિસ્ટ હતી. તેની સાથે સંકળાયેલા સાયબર ક્રિમિનલની પોલીસે ધરપકડ કરી લીધી છે. સવાલ પરંતુ એ છે કે, આ પ્રકારની ફેક એપ્સની તમે કઈ રીતે ઓળખી શકો છો. ફેક એપ્સ ઓરિજિનલ હોવાનો દાવો કરે છે. આ જ કારણે તેને ઓળખવામાં મુશ્કેલી આવે છે. કેટલીક રીત છે, જેના દ્વારા તમે ફેક એપ્સને iOS અને એન્ડ્રોઈડ પર ઓળખી શકો છો.

સૌથી પહેલા એપનું નામ અને ડેવલપરને સ્ટોર પર ચેક કરો. જ્યારે કોઈ એપને તમે સર્ચ કરતા હો અને ઘણી બધી એપ્સ સર્ચ રિઝલ્ટમાં આવી જાય તો તમે નામ અથવા વિવરણમાં સ્પેલિંગ મિસ્ટેક તરફ જોઈ શકો છો.

એપના ડાઉનલોડ નંબર, રેટિંગ અને રિવ્યૂને પણ જરૂર ચેક કરો. આ ઉપરાંત, તમે એપની પબ્લિશ ડેટ જોઈ શકો છો. એક રિયલ એપ મોટાભાગના કેસમાં updated on ડેટને દર્શાવે છે. તમે એપના સ્ક્રીનશોટને પણ ચેક કરી શકો છો.

અલગ વર્ડ્સ અથવા ઈમેજ મળવા પર તમે એપની ઓરિજિનાલિટી પર શંકા કરી શકો છો. એક સૌથી જરૂરી વાત જરૂરથી ચેક કરો કે, એપ કયા પ્રકારની પરમિશનની ડિમાન્ડ તમારી પાસે કરે છે. જો તે ઘણી બધી પરમિશન માગે તો આવી એપ્સને પોતાના મોબાઈલમાંથી ડિલીટ કરવી જ વધુ સારું રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp