વિરાટ કોહલી બન્યો આ ચાઇનીઝ કંપની બ્રાન્ડ એમ્બેસેડર

PC: business-standard.com

ચાઈનીઝ સ્માર્ટફોન મેકર Vivoએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. ઉલ્લેખનીય છે કે Vivo જ IPL 2021નો ટાઇટલ સ્પોન્સર છે. કંપની અનુસાર, હવે વિરાટ કોહલી Vivoની આવનારી પ્રોડક્ટ લોન્ચને પ્રમોટ કરતો જોવા મળશે. વિરાટ કોહલી Vivoના પ્રોડક્ટ્સની જાહેરાત પણ કરશે. હવે વિરાટ કોહલી Vivoને ટેલિવિઝન, પ્રિંટ, સોશિયલ મીડિયા અને ઈવેન્ટ્સ દરમિયાન પ્રમોટ કરશે.

તમને જણાવી દઇએ કે, ગયા વર્ષે 2020માં બોયકોટ ચાઈના સેન્ટિમેંટને લઇ BCCI અને Vivoએ સાથે મળીને નક્કી કર્યું હતું કે IPL 2020ની સ્પોન્સશિપ હોલ્ડ કરી દેવામાં આવે. ગયા વર્ષે આ ટુર્નામેન્ટનો ટાઇટલ સ્પોન્સર Vivo નહીં પણ ડ્રીમ 11 હતું. જોકે, હવે Vivoને ફરી એકવાર IPL ની સ્પોન્સશિપ પાછી મળી ગઇ છે અને એક વર્ષ માટે તેને વધારી પણ દેવામાં આવી છે.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ Vivoના બ્રાન્ડ એમ્બેસેડર બનવા બાબતે કહ્યું કે હું વાસ્તવમાં આ એસોસિએશનની રાહ જોઇ રહ્યો છું. એક ખેલાડીના રૂપમાં હું રમતમાં નિરંતરતા અને પ્રતિબદ્ધતાના મહત્વને સમજું છું.

વિરાટ કોહલીએ કહ્યું કે, Vivo એક બ્રાન્ડના રૂપમાં પોતાને ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં અગ્રણી ખેલાડીઓમાંથી એકના રૂપમાં સ્થાપિત કર્યું છે. જેને નવી ટેક્નોલોજી પૂરી પાડવાની નિરંતરતા છે. જે રીતે Vivo ટેક્નોલોજી દ્વારા પોતાના ગ્રાહકોના જીવનમાં ખુશી લાવી છે અને મોબાઈલ ફોટોગ્રાફીમાં સારું કામ કર્યું છે. આવી બ્રાન્ડ સાથે જોડાવું જે દર્શકોને સમજે છે, તે ખૂબ જ રોમાંચક છે.

Vivo ઈન્ડિયાના બ્રાન્ડ સ્ટ્રેટેજી હેડ નિપુન માર્યાએ કહ્યું કે વિરાટ કોહલી બ્રાન્ડમાં સામેલ થયા છે અને અમે આ વાતને લઇ ખૂબ જ ઉત્સાહિત છીએ. વિરાટ કોહલી સાથે કોલેબરેશન કરવું અમારા યંગ ગ્રાહકોની સાથે કનેક્ટ કરવાની ખૂબ જ સારી તક છે. આમિર ખાન અને સારા અલી ખાનની સાથે અમે અમારી બ્રાન્ડ રીચને વધારવા માગીએ છીએ. અમે વિશ્વાસ છે કે સ્પોર્ટ્સ ફિગરની સાથે મળીને અમને વધારે વાઇડ ઓડિયન્સ મળશે.

Vivo અનુસાર, કંપની મેક ઈન ઈન્ડિયા હેઠળ દરેક Vivo સ્માર્ટફોન સીરીઝને ગ્રેટક નોઇડામાં બનાવી રહી છે જ્યાં 10 હજાર કર્મચારીઓ છે. કંપની ભારતમાં લગભગ દરેક સેગમેન્ટમાં સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp