320km ડ્રાઇવિંગ રેન્જ સાથે લોન્ચ થઇ Citroen Ec3 ઇલેક્ટ્રિક કાર, જાણો કિંમત

PC: carwale.com

Citroen ઇન્ડિયાએ લાંબા ઇંતજારને સમાપ્ત કરતા પોતાની પહેલી ઇલેક્ટ્રિક હેચબેક કાર eC3ને લોન્ચ કરી દીધી છે. Citroenએ આ કારના લોન્ચ પહેલા જ તેની પ્રી બુકિંગ વિન્ડોને જાન્યુઆરીમાં શરૂ કરી દીધી હતી. જો તમે પણ Citroen eC3ની રાહ જોઇ રહ્યા હતા, તો આ આર્ટિકલમાં જાણી લો તેની કિંમત, બુકિંગ પ્રોસેસ, બેટરી પેક, ડ્રાઇવિંગ રેન્જ સાથે ફીચર્સ અને સ્પેસિફિકેશનની ડિટેલ.

Citroen eC3 કિંમત કેટલી છે?

Citroen eC3ને કંપનીએ 11.50 લાખ રૂપિયાના શરૂઆતી કિંમત (એક્સ શોરૂમ, દિલ્હી) સાથે માર્કેટમાં ઉતારી છે.

Citroen eC3 બુકિંગ પ્રોસેસ:

Citroen eC3ને ખરીદવા માટે ગ્રાહક Citroenની સત્તાવાર વેબસાઇટ પર જઇને બુક કરાવી શકો છો કે નજીકના Citroen ડીલરશીપ પર જઇને તેને બુક કરી શકો છો. આ કારને બુક કરવા માટે 25 હજાર રૂપિયાની ટોકન અમાઉન્ટ જમા કરાવવી પડશે.

Citroen eC3 બેટરી પેક અને ચાર્જિંગ:

Citroen eC3 ઇલેક્ટ્રિક કારમાં કંપનીએ 29.2 kWhની ક્ષમતાવાળું બેટરી પેક લગાવ્યું છે, જેની સાથે ફ્રન્ટ અમાઉન્ટેડ ઇલેક્ટ્રિક મોટરને જોડવામાં આવી છે. આ મોટર 56 BHPનો મહત્તમ પાવર અને 143 Nm ટોર્ક જનરેટ કરે છે. આ બેટરી પેક સાથે કંપનીએ 3.3 Kwનું ઓનબોર્ડ ચાર્જર અને DC ફાસ્ટ ચાર્જરનો વિકલ્પ આપ્યો છે. કંપની મુજબ, એવામાં હોમ ચાર્જરથી ચાર્જ કરવા પર આ બેટરી પેક 10.5 કલાકમાં ફૂલ ચાર્જ થઇ જાય છે. ફાસ્ટ ચાર્જરથી ચાર્જ કરવા પર આ બેટરી પેક 57 મિનિટમાં 10-80 ટકા સુધી ચાર્જ થઇ જાય છે.

Citroen eC3ની ડ્રાઇવિંગ રેન્જ અને ટોપ સ્પીડ:

Citroen eC3ની ડ્રાઇવિંગ રેન્જને લઇને કંપની દાવો કરે છે કે, એક વખત ફૂલ ચાર્જ થયા બાદ આ ઇલેક્ટ્રિક કાર 320 કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ આપે છે. આ રેન્જ સાથે 107 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડ મળે છે. સ્પીડને લઇને કંપનીનો વધુ એક દાવો છે કે, Citroen eC3 માત્ર 6.8 સેકન્ડમાં 0-60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ હાંસલ કરી શકે છે.

Citroen eC3ના ફીચર્સ શું છે?

આ ઇલેક્ટ્રિક કારમાં કંપનીએ એન્ડ્રોઇડ ઓટો અને એપ્પલ કારપ્લેની કનેક્ટિવિટીવાળી 10.2 ઈંચની ટચ સ્ક્રીન ઇંન્ફોટેનમેન્ટ સિસ્ટમ, મેન્યૂઅલ AC, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, કીલેસ એન્ટ્રી, હાઇ એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, કનેક્ટેડ કાર ટેક, ડબલ ફ્રન્ટ એરબેગ્સ, EBD સાથે એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ અને રિયર પાર્કિંગ સેન્સર જેવા ફિચર્સને જોડવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp