26th January selfie contest

WhatsApp ન્યૂ પોલિસીઃ તેને એગ્રી કરશો તો પ્રાઇવસી ખતમ, ન કરી તો...

PC: gadgetnow.com

WhatsApp યુઝર્સ માટે નવું વર્ષ નવી શરતો સાથે શરૂ થયું છે. શરતો પણ એવી જેને નહીં માનશો તો અકાઉન્ટ ડિલીટ થઈ જશે. શરતો માનો કે નહીં, આ અંગે વિચારવા માટે 8 ફેબ્રુઆરી સુધીનો સમય છે. દુનિયાભરમાં 200 કરોડથી વધુ લોકો WhatsAppનો ઉપયોગ કરે છે. આ શરતો સાથે જોડાયેલા કેટલાંક સવાલો મગજમાં આવી રહ્યા છે, તો ચાલો તેના જવાબ પણ મેળવી લઈએ.

WhatsApp પર નવા ટર્મ્સ અને પ્રાઈવસી પોલિસીનું અપડેટ સૌ કોઈને મળવા લાગ્યું છે. તેમાં લખ્યું છે કે યુઝર્સે આ પોલિસી એગ્રી કરવી પડશે. આ 8 ફેબ્રુઆરી, 2021થી લાગૂ થઈ રહી છે. આ તારીખે પછી પોલિસી એગ્રી કરવી જરૂરી છે. જો એગ્રી નહીં કરશો તો તમે WhatsApp અકાઉન્ટ વાપરી શકશો નહીં. તેના માટે હેલ્પ સેન્ટર પર વિઝીટ કરી શકો છો. હજુ પોલિસીમાં એગ્રી અને નોટ નાઉનો ઓપ્શન મળી રહ્યો છે. તેમાં લખ્યું છે કે અમારી સર્વિસિસને ઓપરેટ કરવા માટે તમારે WhatsAppના જે કન્ટેન્ટ અપલોટ, સબમીટ, સ્ટોર, સેન્ડ અથવા રીસિવ કરો છો, કંપની તેને ક્યાંય પણ યુઝ, રીપ્રોડ્યુસ, ડિસ્ટ્રીબ્યૂટ અને ડિસપ્લે કરી શકે છે. આ પોલિસી એગ્રી કર્યા પછી WhatsApp પોતાના 200 કરોડથી વધુ યુઝર્સના ડેટા એક્સેસ કરી શકશે. મતલબ કે આ ડેટાને તે બીજા પ્લેટફોર્મ પર પણ શેર કરી શકશે. નવી પોલિસી નોટિફિકેશનમાં તેણે સાફ લખ્યું છે કે હવે WhatsApp તમારી દરેક સૂચના પોતાની પેરેન્ટ કંપની Facebook અને Instagram સાથે શેર કરશે. મતલબ WhatsApp પોતાના યુઝર્સના ડેટાનો ઉપયોગ કરીને પૈસા પણ કમાઈ શકે છે.

એ નક્કી થઈ ગયું છે કે તમે WhatsApp વાપરો છો તો આ પોલિસી માનવી પડશે. ન ઈચ્છતા પણ તમારે તમારી પ્રાઈવસી WhatsApp સાથે શેર કરવી પડશે. મતલબ WhatsApp હવે તમારા બધા ડેટા પર નજર રાખશે અને તેની પ્રાઈવસી સંપૂર્ણ રીતે ખતમ થઈ જશે. WhatsApp તમારા બેંકનુ નામ, કેટલી રકમ અને ડિલીવરીનું સ્થાન પણ ટ્રેક કરી શકશે. તેનાથી Instagram અને Facebook પણ તમારા નાણાંકીય ટ્રાન્ઝેકશન જાણી શકશે. WhatsAppએ વિકલ્પ આપ્યો છે કે યુઝર પોતાની લોકેશન એક્સેસ ડિસેબલ કરી શકે છે. જોકે તેણે એ પણ કહ્યું છે કે આઈપી એડ્રેસ અને મોબાઈલ નંબરથી અંદાજો લગાવી શકાશે કે તમે ક્યાં છો. WhatsApp તમારું સ્ટેટસપણ વાંચશે. જોખમ એ છે કે જો તમે લખ્યું કે કંઈ ગાડી ખરીદું તો Facebook અને Instagram પણ તેને વાંચી શકશે અને તમને કાર અને બાઈકની એડ બતાવવા લાગશે.

WhatsApp તમારા મિત્રો, ગ્રુપ્સ કન્ટેન્ટ વગેરેના સજેશન પણ આપશે. એક રીતથી WhatsApp તમારી બધી હરકત પર નજર રાખશે અને તેનું એનાલિસિસ કરશે. જેના આધાર પર Facebookમાં તમને શોપિંગ, પ્રોડક્ટની એડ બતાવશે. કંપનીને ખબર હશે કે તમે કેટલા WhatsApp કોલ કરો છો. કયા ગ્રુપમાં વધારે સક્રિય છો. આ નવી પોલિસીને કારણે યુઝરની પ્રાઈવસી પર ઘણી અસર થવાની છે. તમે નવી પોલિસી માટે એગ્રી થવાની સાથે જ તમારા ડેટા એક્સેસ કરવાના રાઈટ્સ આપી દો છો. જો આવું કરશો નહીં તો WhatsApp અકાઉન્ટ ડિલીટ મારવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp