આ ચેટિંગ એપથી રહેજો એલર્ટ, કરી રહી છે યુઝર્સની જાસૂસી

PC: cms.futurecdn.net

હાલમાં જ ઈઝરાયલી સ્પાઈવેર પેગાસસ દ્વારા WhatsApp પર લોકોની જાસૂસી કરવાનો મામલો સામે આવ્યો હતો. હવે એક નવી ચેટિંગ એપ ToTok (TikTokના સમજવું) પર જાસૂસીનો આરોપ લાગ્યો છે. આ એપ UAE સહિત મિડલ ઈસ્ટના ઘણા દેશો, યુરોપ, એશિયા, આફ્રિકા અને નોર્થ અમેરિકા જેવા દેશોમાં ખૂબ જ પોપ્યુલક છે. એન્ડ્રોઈડ અને iOS પ્લેટફોર્મ પર આ એપ મિલિયનવાર ડાઉનલોડ થઈ ચુકી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, UAEની સરકાર આ એપનો ઉપયોગ લોકોની જાસૂસી કરવા માટે કરી રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સરકાર આ એપની મદદથી લોકોની વાતચીત, મુવમેન્ટ, રિલેશનશિપ, અપોઈન્ટમેન્ટ, સાઉન્ટ અને ઈમેજને ટ્રેક કરી રહી હતી. આ એપની મદદથી એ તમામ યુઝર્સની જાસૂસી કરવામાં આવી રહી હતી, જેમના ફોનમાં આ એપ ઈન્સ્ટોલ છે.

એપ રેંકિંગ રિસર્ચ ફર્મ App Annieના જણાવ્યા અનુસાર, આ એપ અમેરિકામાં ખૂબ જ ઝડપથી પોપ્યુલર થઈ રહી છે. ગત એક અઠવાડિયામાં આ એપ અમેરિકામાં સૌથી વધુ ડાઉનલોડ કરાનારી મોસ્ટ ફેવરિટ એપ્સની લિસ્ટમાં સામેલ હતી.

Image result for ToTok

મીડિયા રિપોર્ટ અનુસાર, આ એપને ડેવલપ કરનારી ફર્મ Breej Holdingનો સીધો સંબંધ અબૂ ધાબીની સાયબર ઈન્ટેલિજન્સ હેકિંગ ફર્મ ડાર્કમેટર સાથે છે. ડાર્કમેટર પર FBI પહેલાથી જ નજર રાખી રહી છે.

થોડાં સમય પહેલા WhatsAppએ આરોપ લગાવ્યો હતો કે, ઈઝરાયલીના સ્પાઈવેર પેગાસસ દ્વારા WhatsApp યુઝર્સની જાસૂસી કરવામાં આવી રહી હતી. આ એક ખૂબ જ ગંભીર મામલો છે, કારણ કે તેમાં સીધી રીતે યુઝર્સની પ્રાયવસીનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હતું. સ્પાયવેર પેગાસસના પહેલા વર્ઝનમાં હેકિંગ માટે વાયરસને એક લિંક તરીકે SMS અથવા વૉટ્સએપ મેસેજ દ્વારા મોકલવામાં આવતો હતો. આ લિંક પર ક્લિક કરતા જ યુઝરનો ડિવાઈઝ હેક થઈ જતો હતો. પેગાસસનું લેટેસ્ટ વર્ઝન તેના કરતા પણ વધુ ખતરનાક છે. હવે તે માત્ર એક WhatsApp મિસ્ડ કોલ દ્વારા યુઝરના ફોનમાં એન્ટર કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp