ગુજરાતી કંપનીએ બનાવ્યું ઈલેક્ટ્રિક બાઈક, એક વખત ચાર્જ કરવાથી ચાલશે 150 કિમી

PC: ndtvimg.com

દિલ્હીમાં 9થી 14 તારીખ સુધી ચાલેલા ઓટો એક્સપોમાં દેશ-વિદેશની કંપનીઓ પોતાની કાર-બાઈક્સના નવા મોડલ લઈને આવ્યા હતા. આમાં ગુજરાતની કંપની પણ પાછળ નથી રહી. ગુજરાતની બાઈક બનાવતી કંપની મેંજા મોટર્સે આ એક્સપોમાં પોતાની એક ઈલેક્ટ્રિક બાઈક રજૂ કરી હતી. આ ઈલેક્ટ્રિક બાઈકનું નામ છે Lucat. આ બાઈકમાં લેટેસ્ટ ફિચર્સ રહેલા છે. દેશ-વિદેશની કંપનીઓને ગુજરાતની આ બાઈક જબરદસ્ત ટક્કર આપશે. તો જોઈએ આ બાઈકમાં શું છે ખાસ...

તમને જણાવી દઈએ કે, આ એક ઈલેક્ટ્રિક બાઈક છે, જેને એકવાર ચાર્જ કરવાથી તે 150 કિમી સુધી ચાલશે, સાથે એ પણ જણાવીએ કે, આ બાઈક શહેરના ટ્રાફિકમાં 100 કિમી ચાલવાની ક્ષમતા ધરાવે છે. 

મેંજા કંપનીના આ લુકાટ બાઈકમાં 72v Li-ion બેટરી નાખવામાં આવેલી છે. જેથી તે ચાર કલાકમાં ફૂલ ચાર્જ કરી શકાશે, એટલું જ નહીં બાઈકમાં ઝડપી બેટરી ચાર્જ કરવાનું પણ ઓપ્શન આપવામાં આવ્યું છે, જેની મદદથી બેટરી માત્ર 90 મિનિટમાં ચાર્જ કરી શકાય છે. 

મહત્ત્વની વાત એ છે કે, ગુજરાત રાજ્યની આ કંપનીએ આ બાઈકમાં ભારતમાં જ બનેલા 84 સ્પેરપાર્ટ વાપરવામાં આવ્યા છે. કંપનીએ બાઈકના વેંચાણ માટે બુકિંગ લેવાનું શરૂ કરી દીધુ છે. જો તમે અત્યારે બુકિંગ કરાવશો તો કંપની લગભગ 15 ઓગષ્ટ આસપાસ તમને બાઈકની ડિલિવરી આપશે. 

કંપનીના પ્રવક્તાએ માહિતી આપતા કહ્યું છે કે, કંપની હાલમાં માત્ર 100 લોકોનું બુકિંગ લેશે, જેથી સમયસર કસ્ટમરને ડિલિવરી આપી શકાય. મેંજા કંપનીએ બુકિંગ તથા પેમેન્ટ માટે PayTm મોલ સાથે ટાઈ-અપ કર્યું છે.

તો ઝડપી લો આ તક, કંપનીએ કહ્યું કે, કસ્ટમર PayTm દ્વારા પેમેન્ટ કરી શકશે, જે પણ કસ્ટમર બુકિંગ કરાવશે તેમને તેમના ઘર પર જ સીધી બાઈકની ડિલિવરી કરવામાં આવશે. 

બાઈકની કિંમત કંપનીએ રૂ. 2.79 લાખ મૂકી છે. સાથે કંપની બેટરી લીઝ પર આપવાનું પણ ઓપ્શન આપી રહી છે. જો તમે બેટરી લીઝ પર લેશો તો તમને આ બાઈક લગભગ રૂ. 1.79 લાખમાં પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp