Facebookએ ત્રણ મહિનામાં ડિલીટ કરી દીધી યુઝર્સની 3 કરોડ પોસ્ટ

PC: independent.co.uk

Facebookને દુનિયાભરમાં કરોડો લોકો વાપરે છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લગભગ દરેક પ્રકારની ચર્ચાઓ થતી હોય છે. મંગળવારે સોશિયલ મીડિયાના એક દિગ્ગજે કહ્યું હતું કે, 2018ના પહેલા ત્રણ મહિનાઓમાં Facebookએ તેના યુઝર્સની આશરે 3 કરોડ જેટલી પોસ્ટને સેક્સુયલ અથવા હિંસક ફોટા, આતંકી પ્રોપોગેન્ડા અથવા નફરત ફેલાવવાના લેબલ હેઠળ ડિલીટ કરી દીધી હતી.

કેમ્બ્રિજ એનાલિટીકા ડેટા લીક કેસ પછી પારદર્શિતાને લઈને એક રિપોર્ટ પ્રમાણે Facebookએ પોતાના કમ્યુનિટી સ્ટાનડર્ડ પ્રમાણે એવા કનટેન્ટ વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી અંગે જાણકારી આપી છે. Facebookએ કહ્યું હતું કે, આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સના ઉપયોગથી ટેક્નોલોજીની મદદથી આશરે 3 કરોડ 40 લાખ પોસ્ટ્સ પર કાર્યવાહી કરવામાં આવી હતી. 2017ના છેલ્લા ત્રણ મહિનાની તુલનામાં આ ત્રણ ગણું છે.

Facebookએ રિપોર્ટમાં કહ્યું હતું કે, યુઝર્સ દ્વારા ચેતાવણી આપવા પહેલા જ Facebookએ આશરે 85.6 ટકા મામલામાં ફોટોની ઓળખ કરી લીધી હતી. જણાવી દઈએ કે આ રિપોર્ટ પહેલા Facebookએ પોતાના પ્લેટફોર્મ પર હાજર આશરે 200 જેટલા એપ્સને હટાવી દીધા હતા. આ એપ્સને યુઝર્સના પર્સનલ ડેટાના ખોટા ઉપયોગને લઈને કરવામાં આવી રહેલી તપાસ હેઠળ દૂર કરવામાં આવ્યા હતા.

તે સિવાય Facebook દ્વારા ડિલીટ કરવામાં આવેલા કનટેન્ટમાં કેટલાક યુઝર્સ માટે પરેશાન કરવાવાળા કનટેન્ટ પણ સામેલ હતા, જ્યારે તે Facebookના સ્ટાનડર્ડ પ્રમાણે વાયોલેટિંગ નથી. સુધારેલી ટેકનીકની મદદથી Facebook આશરે 1.9 મિલીયન એવી પોસ્ટ વિરુદ્ધ કાર્યવાહી કરી શક્યું, જે ટેરરિસ્ટ પ્રોપોગેન્ડાને વધારો આપવાવાળા હતા. કંપનીના કહેવા પ્રમાણે, આ બધાને કોઈ પણ જાતનું એલર્ટ આપ્યા વગર ડિલીટ કરી દેવામાં આવ્યું છે.

તે સિવાય Facebookએ 2.5 મિલીયન એવા કનટેન્ટને ડિલીટ કર્યા હતા, જે લોકોમાં નફરત ઊભી કરે તેવા હતા. Facebookએ પોતે 38 ટકા કનટેન્ટની જ ઓળખ કરી, જ્યારે બાકી બધાની ફરિયાદ Facebook યુઝર્સ દ્વારા કરવામાં આવી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp