Facebookનો મોટો ખુલાસો: 2.90 કરોડ યુઝર્સના ડેટા સુધી પહોંચ્યા હેકર્સ

PC: cdn.com

સોશિયલ મીડિયા સાઈટ Facebookએ પોતાનાં ઉપભોક્તાઓનાં ડેટાને લઈને શુક્રવારે મોડી રાતે એક મોટો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. Facebookએ કહ્યું હતું કે, અત્યારસુધી મળેલી જાણકારી અનુસાર, હેકર્સે વિશ્વભરનાં 29 મિલિયન ઉપભોક્તાઓનાં ડેટાને એક્સેસ કર્યા છે. Facebookનાં જણાવ્યા અનુસાર, હેકર્સે આ કામ ગત મહિને કર્યું છે. વિશ્વની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સમાંથી એક Facebookએ પોતાનાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સાયબર હુમલાને કારણે છેલ્લાં કેટલાક સમયમાં વિશ્વભરનાં 50 મિલિયન એકાઉન્ટ્સ પ્રભાવિત થયા છે.

Facebookનાં જણાવ્યા અનુસાર, હેકર્સ આટલી મોટી સંખ્યામાં ડેટા એક્સેસ માટે વિશેષ સોફ્ટવેરનો ઉપયોગ કર્યો છે. આ સોફ્ટવેરનાં ઉપયોગથી તેઓ કોઈપણ એકાઉન્ટમાં લોગ ઈન કરી શકે છે. જોકે, થોડાં લોકો એકબીજા સાથે ભેગા મળીને આટલા મોટાપાયે નુકશાન કરી શકે છે. જણાવી દઈએ કે, થોડાં સમય અગાઉ ડ Facebookએ પોતાનાં યુઝર્સનાં ડેટાને સુરક્ષિત રાખવા માટે કડક પગલાં લીધા હતાં. એમાંથી જ એક છે, એવા એપ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું, જે યુઝર્સનાં ડેટા ચોરી કરે છે.

Facebookએ આખરે ત્રીજા પક્ષનાં એપ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી, જે પરવાનગી વિના તેનાં એકાઉન્ટની સાથોસાથ ઈન્સ્ટાગ્રામ પરથી પણ યુઝર્સની જાણકારી ચોરી તેને લીક કરી રહ્યાં છે. આ દરમિયાન Facebookએ ડેવલપર દ્વારા કરવામાં આવેલી એક પોસ્ટમાં Facebookએ કહ્યું હતું કે, નવી એપ Facebook પર યુઝર્સ તરીકે પોસ્ટ કરી શકશે નહીં. હવેથી કોઈપણ એપને પોસ્ટ કરવાની પરવાનીગ ત્યાં સુધી નહીં મળશે, જ્યાં સુધી તે એપની સમીક્ષા કરવામાં ન આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp