ફેસબૂક પર ફેક ફોટો અને વીડિયો મૂકનારાની મુશ્કેલી વધશે

PC: euronews.com

સોશિયલ મીડિયા દિગ્ગજ Facebook હવે ફોટો અને વીડિયોમાં ફેક્ટ ચેક કરશે. કંપનીનાં જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા ફોટોઝ અને વીડિયોઝને ટેકનોલોજી અને રિવ્યૂઅર્સની મદદથી તેનાં ફેક્ટ ચેક કરાશે. આ અગાઉ કંપનીએ કન્ટેન્ટમાં ફેક્ટ ચેક કરવાની શરૂઆત કરી હતી.

Facebookએ કહ્યું હતું કે, હવે ફોટોઝ અને વીડિયોઝ દ્વારા ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. Facebook પ્રોડક્ટ મેનેજર ટેસા લ્યોન્સે એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે, કોઈ આર્ટિકલની જેમ કોઈ ફોટો અથવા બેકગ્રાઉન્ડ ઓડિયો અને વીડિયો દ્વારા તમને ખોટી માહિતી મળી શકે છે. ખોટી માહિતીથી લોકોને બચાવવા માટે અમારે અલગ-અલગ કન્ટેન્ટ ટાઈપ્સનાં ફેક્ટ ચેક કરવા પડશે.

Facebookએ પોતાનાં બ્લોગપોસ્ટમાં કહ્યું હતું કે, Facebook પર દરરોજ લાખો લોકો ફોટા અને વીડિયો પોસ્ટ કરે છે. આ પ્રકારનાં પોસ્ટ વિઝ્યુઅલ હોવાને કારણે રસપ્રદ લાગે છે. આ કારણે ખોટા લોકો તેનો ઉપયોગ કરીને સાચી માહિતીને ટ્વિસ્ટ કરે છે.

અમારા થર્ડ પાર્ટી ફેક્ટ ચેકિંગ પાર્ટનર્સ ફોટોઝ અને વીડિયોઝને સમજવામાં એક્સપર્ટ છે. તેમની પાસે વેરિફિકેશન માટે ઘણાં રસ્તાઓ છે, જેમકે રિવર્સ ઈમેજ સર્ચ અને ઈમેજનાં મેટાડેટાથી જાણકારી મેળવવી. મેટાડેટા એટલે કે ક્યારે અને ક્યાંથી આ ફોટો ક્લિક કરવામાં આવ્યો હતો.

Facebookનાં જણાવ્યા અનુસાર, ફેક્ટ ચેક કરવાની તેમની સ્કીલનો ઉપયોગ કરીને ફોટોઝ અને વીડિયોઝની સાતત્યતાની ચકાસણી કરવામાં આવશે. આ ઉપરાંત, એક્સપર્ટ્સ અને સરકારી એજન્સીઓ પાસેથી તે મામલે જાણકારી લઈને પણ ફેક્ટ ચેક કરવામાં આવશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp