માત્ર 7990 રૂપિયામાં ખરીદી શકાશે 24000નો આ સ્માર્ટફોન, જાણો કઈ રીતે?

PC: digit.in

Flipkart બિગ બિલિયન ડેઝ સેલની શરૂઆત થઈ ગઈ છે અને ઘણાં પ્રોડક્ટ્સ પર આકર્ષક ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સેલમાં Oppo F9 Pro ઓછી કિંમતે વેચાણ માટે ઉપલબ્ધ છે. જણાવી દઈએ કે ગઈકાલથી શરૂ થયેલો સેલ 14 ઓક્ટોબર સુધી ચાલશે. સેલ દરમિયાન જે પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, તેમાં સ્માર્ટફોન્સ, હોમ એપ્લાઈન્સિસ, ફેશન પ્રોડક્ટ્સ વગેરેનો સમાવેશ થાય છે.

હવે આ સેલમાં મળી રહેલા Oppo F9 Proની વાત કરીએ તો. આમ તો આ ફોનની કિંમત 23990 રૂપિયા છે, પરંતુ જો તમે તેને ખરીદવા માંગતા હો તો તમે તેને માત્ર 7990 રૂપિયામાં ખરીદી શકો છો. સેલમાં ફોન પર 16000 રૂપિયાની એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે. ત્યારબાદ તેની કિંમત 7990 રૂપિયા થઈ ગઈ છે. આ ઉપરાંત, જો તમારી પાસે HDFC બેંકનો ડેબિટ કે ક્રેડિટ કાર્ડ હોય તો તમને વધારાનું 10 ટકા ડિસ્કારઉન્ટ પણ મળશે.

Oppo F9 Proનાં સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો તેમાં 6.3 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. તેનો આસ્પેકેટ રેશિયો 19:5:9 છે. ફોનમાં ઓક્ટા કોર મીડિયાટેક હેલિયો પી 60 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન 6GBની રેમ અને 64GBની મેમરી સાથે આવે છે. ફોનમાં કંપનીએ એન્ડ્રોઈડ 8.1 ઓરિયો વર્ઝન આપ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp