પ્લાસ્ટિકની બોટલથી બનેલી Fossilની સોલર વૉચ, સનલાઇટ દ્વારા થશે ચાર્જ, જાણો કિંમત

PC: pressablecdn.com

ઘડિયાળ બનાવનારી પ્રતિષ્ઠિત કંપની Fossilએ એક ખાસ વૉચ લોન્ચ કરી છે. કંપનીએ તેને સોલર વૉચ નામ આપ્યું છે. આ વૉચની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને સનલાઇટ દ્વારા ચાર્જ કરી શકાય છે. ઘડિયાળનું આઉટર રિંગ કેસ સોલર પેનલની જેમ કામ કરે છે. આ સોલર પેનલ સનલાઇટને કેપ્ચર કરીને વૉચના નીચેના ભાગમાં લાગેલા સોલર સેલની મદદથી એનર્જીમાં કનવર્ટ કરે છે. ત્યાર પછી આ એનર્જી એક રિચાર્જેબલ બેટરીમાં સ્ટોર થઈ જાય છે.

4 મહિના સુધીનું બેટરી બેકઅપ

એકવાર ફુલ ચાર્જ થઈ જવા પર આ સોલર વૉચ 4 મહિનાનું બેટરી બેકઅપ ઈપે છે. ફુલ સનલાઇટમાં આ વૉચ 5 કલાકમાં 100 ટકા ચાર્જ થઈ જાય છે. આ સોલર વૉચ 5 ચેન્જેબલ કલર સ્ટ્રેપ્સમાં ઉપલબ્ધ છે.

બે સ્ક્રીનસાઇઝમાં અવેલેબલ

ફૉસિલની આ સોલર વૉચ 2 સ્ક્રીન સાઇઝમાં અવેલેબલ છે. જેને 36mm અને 42mm સ્ક્રીન સાઇઝમાં ખરીદી શકાય છે. આ બંને વેરિઅન્ટના માત્ર 1754 પીસ જ અવેલેબલ છે.

16 પ્લાસ્ટિકની બોટલથી બની છે સોલર વૉચની સ્ટ્રેપ

કંપની અનુસાર, આ વૉચના સ્ટ્રેપને 16 પ્લાસ્ટિકની મદદથી બનાવવામાં આવી છે. આ સોલર વૉચ કંપનીના પ્રો પ્લેનેટ ક્રાઈટેરિયાનો ભાગ છે. કંપનીએ ઈકોમેચરની સાથે ભાગીદારી પણ કરી છે. જેની સાથે દરેક વૉની ખરીદી પર કંપની એક વૃક્ષ લગાવશે. જે પણ ખરીદદાર છે તેઓ વૃક્ષને નામ પણ આપી શકે છે, સાથે જ તે ક્યાં રોપવામાં આવ્યું છે તેને પણ ટ્રેક કરી શકે છે. સાથે જ CO2 પ્રદર્શનને પણ ટ્રેક કરી શકે છે.

એનિમલ બાય પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી

ફૉસિલની આ સોલર વૉચ સ્માર્ટવૉચ નથી. તે સામન્ય રિસ્ટ વૉચ ફંક્શનની સાથે આવે છે. ફૉસિલની આ સોલર વૉચ સંપૂર્ણપણે વિગન છે, એટલે કે તેને બનાવવામાં કોઇપણ કોઇપણ એનિમલ બાય પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ Fossil Solar Watch બ્લેક કલરના ડાયલ સાથે આવે છે. જેમાં 5 કલરફુલ સ્ટ્રેપ ઓપ્શન પણ આપવામાં આવ્યા છે. આ સ્ટ્રેપ્સ બ્લૂ, ગ્રીન, ઓરેન્જ, પિંક અને યેલ્લો કલર ઓપ્શનમાં છે. આ સોલર વૉચ 5 ATM વોટર રિઝિસ્ટન્સની સાથે આવે છે.

કિંમત

Fossilએ આ સોલર વૉચની શરૂઆતી કિંમત 9,995 રૂપિયા રાખી છે. જેને કંપનીની ઓફિશ્યલ વેબસાઇટ અને ફૉસિલ રિટેલ સ્ટોર્સથી પણ ખરીદી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp