ચાર કેમેરાવાળો Huawei Y9 ભારતમાં લોન્ચ, 52 કલાક સુધી કરી શકાશે વાત

PC: huawei.com

ચીની કંપની હુવાવેએ ગુરુવારે ભારતમાં તેનો નવો સ્માર્ટફોન, હુવાવે વાય9 (2019) લોન્ચ કર્યો છે. આ ફોનની કિંમત 15,990 રૂપિયા રાખવામાં આવી છે. જે 15 જાન્યુઆરીથી એમેઝોન પર વેચવામાં આવશે અને ખરીદદારને 2990 રૂપિયાના બોટ રોકર્સ સ્પોર્ટ બ્લૂટૂથ હેડફોન ફ્રી મળશે. આ ફોન ગયા વર્ષે લોન્ચ કરાયેલા હુવાવે Y9નું અપગ્રેડ કરેલ વેરિયન્ટ છે. તેના પાછળના ભાગમાં ફિંગરપ્રિન્ટ સેન્સર છે. જેના માટે કંપની દાવો કરે છે કે તેનાથી માત્ર 0.3 સેકંડમાં જ ફોનને અનલોક કરી શકાશે.

હુવાવે Y9 ની સૌથી મોટી વિશેષતા તેના કેમેરા ફીચર્સ જ છે. તેની પાછળ અને ફ્રંટ બંને જગ્યાએ ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. આ ફોનમાં ફ્રંટમાં 13+2 મેગાપિક્સલનો અને પાછળના ભાગમાં 16+2 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યા છે. ફ્રન્ટ અને રીઅર કેમેરા બંને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ફોટોગ્રાફી સુવિધાઓ સાથે આવે છે.

આ ફોનમાં 4000 એમએચની બેટરી છે. જે ઝડપી ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીના જણાવ્યા અનુસાર, તેની બેટરી 65 કલાકનું મ્યુઝિક અને 9 કલાકની વીડિયો પ્લેબેક આપી શકે છે. આ ઉપરાંત, તેમાં 6.5 ઇંચની નોંચ ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં કિરીન 710 પ્રોસેસર સાથે 4જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ છે. જે વધારીને 256 જીબી સુધી વધારી શકાય છે.

Huawei Y9 સ્પેસિફિકેશન

ડિસ્પ્લે 6.5 ઈંચ
પ્રોસેસર કિરીન 710
રેમ 4 જીબી
સ્ટોરેજ 64 જીબી
ફ્રંટ કેમેરા 13 + 2 મેગાપિક્સલ
રિયર કેમેરા 16 + 2 મેગાપિક્સલ
બેટરી 4000mAh
સિક્યોરિટી ફિંગરપ્રિન્ટ સેન્સર/ ફેસ અનલોક
ઓએસ એન્ડ્રોઇડ 8.1 ઓરિયો
કનેક્ટિવિટી 4G LTE, વાઈ-ફાઈ, બ્લુ ટૂથ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp