26th January selfie contest

જબરદસ્ત માઈલેજ, બૂટ-સ્પેસ અને બીજું ઘણું, આ ફીચર્સ બનાવે છે Grand Vitara CNG ખાસ

PC: aajtak.in

CNG કાર પોતાની સારી માઈલેજ માટે જાણીતી છે પરંતુ આ કારમાં જે સૌથી મોટી સમસ્યા જોવા મળે છે તે છે બુટ સ્પેસની. સામાન્ય રીતે ઘણી કારોમાં પાછળ તરફ ડિક્કીમાં CNG સિલિન્ડર જોવા મળે છે, જેના લીધે લોકોને સામાન મૂકવામાં સમસ્યા થાય છે. પરંતુ Maruti Suzukiની નવી Grand Vitara CNG SUV સાથે આવું સહેજ પણ નથી. Maruti Suzukiએ સ્થાનિક માર્કેટમાં પોતાની Grand Vitara SUVને CNG વેરિયન્ટમાં લોન્ચ કરી છે. આકર્ષક લૂક અને સારા ફીચર્સ સાથેની આ SUVની શરૂઆતની કિંમત 12.85 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

સૌથી પહેલા જણાવી દઈએ કે નવી Grand Vitara પેટ્રોલ એન્જિનની સાથે જ હાઈબ્રિડ વેરિયન્ટમાં પણ વેચાણ માટે ઉપલબ્ધ છે. કંપનીનો દાવો છે કે તેનું માઈલ્ડ હાઈબ્રિડ વેરિયન્ટ 19 થી 21 કિમી પ્રતિ કલાકની અને સ્ટ્રોંગ હાઈબ્રિડ વેરિયન્ટ 27.97 કિમી પ્રતિ કલાક સુધીની માઈલેજ આપે છે. જ્યારે CNG વેરિયન્ટને લઈને કંપનીનું કહેવું છે કે આ SUV 26.6 કિમી પ્રતિ કલાક સુધીની માઈલેજ આપે છે. નવી Maruti Grand CNGમાં 1.5 લિટરની ક્ષમતાનું નેચરલ એસ્પાયર્ડ પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 103 Bhpનો પાવર અને 136 Nmનો ટોર્ક જનરેટ કરે છે. જ્યારે CNG મોડમાં તેનો પાવર આઉટપુટ થોડો ઓછો થઈ જાય છે અને CNG મોડમાં તે એન્જિન 87 bhpનો પાવર અને 121.5 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ SUVમાં માત્ર 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન એન્જિનનો જ વિકલ્પ મળે છે.

આ SUVને કંપનીએ ફ્યુચરીસ્ટીક ડિઝાઈન લેંગ્વેજ પર તૈયાર કરી છે. તેમાં એડવાન્સ ફીચર્સ અને ટેકનીકનો સંપૂર્ણ ખ્યાલ રાખવામાં આવ્યો છે. તેમાં ડે ટાઈમ રનિંગ લાઈટ્સની સાથે પ્રોજેક્ટર હેડલેમ્પ આપવામાં આવી છે. આ સિવાય કંપનીએ મલ્ટી સ્ક્રીન પેટ્રોલ-CNG મોડ આપવામાં આવ્યો છે, આ સિવાય ચાલક તેના પેટ્રોલ-CNG મોડમાં ચેન્જ કરવા માટે સ્વિચનો ઉપયોગ કરી શકે છે. SUVના પાછળના ભાગમાં સ્ટ્રોંગ રિયર ડિઝાઈનની સાથે નેક્સ્ટ્રી સિગ્નેચર ડિઝાઈનની ટેલ લેમ્પ આપી છે.

કંપનીએ દાવો કર્યો છે કે ખાસ SUV સ્ટાન્સની સાથે ચાલતા Grand Vitara યુવાઓને ઘણી પસંદ આવે છે. તેમાં 17 ઈંચનિં ડ્યુઅલટોન પ્રીસિસન કટ એલોય વ્હીલ જોવા મળે છે. Grand Vitaraના કેબિનને પણ પ્રીમિયમ બનાવવામાં કંપનીએ કોઈ ખાસ કસર છોડી નથી. તેમાં ડ્યુઅલ ટોન ઈન્ટીરિયર આપવામાં આવ્યું છે. જે તેના કેબિનને અલગ લૂક આપે છે. આ સિવાય તેમાં તમને સ્માર્ટ પ્રો પ્લસ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ એપલ પ્લે અને એન્ડ્રોઈડ ઓટો કનેક્ટિવીટી, સુઝીકી કનેક્ટ જેવા ફીચર્સ મળે છે.

Maruti Suzuki Grand Vitaraમાં કંપનીએ CNG સિલિન્ડરને બોડીની નીચે પોઝિશન આપી છે, જે આગળ અને પાછળની પંક્તિમાં આપવામાં આવવાની સીટ્સ નીચે આવે છે. આથી તમને બૂટ એટલે કે ડિક્કીમાં પૂરતી માત્રામાં સ્પેસ મળે છે. સામાન્ય રીતે CNG વાહન માલિકો માટે સ્પેસને લઈને ઘણી ફરિયાદ કરતા રહે છે. સેફ્ટી માટે પણ આ SUVને સારું બનાવવાની પૂરી કોશિશ કરવામાં આવી છે. Maruti Suzuki Vitaraમાં 6 એર બેગ્સ, ઈલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રીબ્યુશનની સાથે એન્ટી લોક બ્રકિંગ સિસ્ટમ, ટાયર પ્રેશર મોનિટરીંગ સિસ્ટમ, 360 ડિગ્રી કેમેરા, હિલ હોલ્ડ આસિસ્ટ અને IOSFix ચાઈલ્ડ સીટ એન્કર્સ જેવા ફીચર્સ મળે છે. કંપની ફિટેડ CNG કિટ સિવાય આ SUVવીમાં અન્ય કોઈ બદલાવ કરવામાં આવ્યા નથી. આ SUVમાં પહેલાની જેમ જ સ્માર્ટ પ્રો પ્લસ ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ડિજીટલ ડ્રાઈવર ડિસપ્લે, પેનોરેમિક સનરૂફ, એમ્બિયન્ટ લાઈટિંગ, વાયરલેસ ફોન ચાર્જર તેને વધારે ખાસ બનાવે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp