ઇલેકટ્રીક વાહનો ખરીદનાર માટે સારા સમાચાર જાણો નિતિન ગડકરીએ શું કહ્યું

PC: news18.com

કેન્દ્રીય રોડ અને ટ્રાન્સ્પોર્ટ મંત્રી નિતિન ગડકરીએ ઇલેક્ટ્રીક વાહનોની ખરીદીનું વિચારતા લોકો માટે સારા સમાચાર આપ્યા છે. દેશભરમાં અત્યારે ઇલેકટ્રીક વાહનોની ધૂમ મચેલી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવો ઉંચાઇએ પહોંચવાને કારણે નવી ઇલેક્ટ્રીક કાર અને સ્કુટર લોંચ થઇ રહ્યા છે. પરંતુ હાલમાં ઇલેક્ટ્રીક વાહનોની કિંમત વધારે હોવાને કારણે લોકો આવા વાહનો લેવા ખચકાટ અનુભવે છે. પરંતુ આવા લોકો માટે હવે સારા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય રોડ અને ટ્રાન્સ્પોર્ટ મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે આગામી બે વર્ષમાં પેટ્રોલ વાહનો અને ઇલેક્ટ્રીક વાહનોની કિંમતો સરખી થઇ જશે. ગડકરીએ કહ્યું ખુબ ઝડપથી આ ક્ષેત્રમાં ક્રાંતિ આવવાની છે.

 કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતિન ગડકરીએ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સની વાર્ષિક સાધારણ સભામાં સબોધન કરતા કહ્યું હતું કે બે વર્ષમાં ઇલેકટ્રીક વાહનોની લાગત પેટ્રોલ વાહનો જેટલી થઇ જશે. તેમણે કહ્યું કે સરકાર ઇલેક્ટ્રીક વાહનોનની ચાર્જિંગ સુવિધા વધારવા માટે પણ કામ કરી રહી છે. ગડકરીએ કહ્યુ કે અમે 2023 સુધીમાં મુખ્ય રાજમાર્ગો પર 600 ઇવી ચાર્જિગ પોઇન્ટ સ્થાપિત કરવાના છે.  સરકાર એ પણ સુનિશ્ચિત કરવા માંગે છે કે ચાર્જિંગ સ્ટેશન સૌર અથવા  પવન ચક્કી જેવા નવા સ્ત્રોતથી સંચાલિત થાય.

 નિતિન ગડકરીએ કહ્યું કે અત્યારે ઇલેકટ્રીક વાહનોની કિંમત વધારે છે, કારણ કે સંખ્યા ઓછી છે. તેમણે કહ્યુ કે ભારત ઇલેટ્રીક વાહનોમા ક્રાંતિની આશા રાખી રહ્યું છે, 250 જેટલા સ્ટાર્ટઅપ ઇલેકટ્રીક ઉત્પાદનમાં લાગેલા છે. ઉપરાંત, ઇલેક્ટ્રીક વાહનોના ઉત્પાદકો કોસ્ટીંગમાં ઘટાડો કરી રહ્યા છે. ઇલેકટ્રીક વાહનો પર જીએસટી માત્ર 5 ટકા છે અને લિથિયમ આયન બેટરીની લાગત પણ ઘટી રહી છે.

 કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીનું માનવું છે કે ઇલેક્ટ્રીક વાહનોમાં કિલોમીટર એવરેજ સસ્તી રહેવાને કારણે ઇલેક્ટ્રીક વાહનોનું મોટા પાયે વેચાણ થશે. ગડકરીએ કહ્યુ કે પેટ્રોલ પર ચાલતી કારની કિંમત  પ્રતિ કિલોમીટર 10 રૂપિયા આવે છે, ડિઝલમાં એ 7 રૂપિયા પડે છે જયારે ઇલેક્ટ્રીક વાહનોમાં પર કિલોમીટર દીઠ માત્ર 1 રૂપિયાનો ખર્ચ આવે છે. મંત્રીએ ગેસોલીન અને ડીઝલ જેવા પાંરંપારિક ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવા માટે ઇથેનોલ અને સીએનજી જેવા વૈક્લ્પિક ઇંધણના ઉપયોગ પર ભાર મૂક્યો હતો.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp