ગુગલે લીધો આ એપ બંધ કરવાનો નિર્ણય

PC: abacusnews.com

વિશ્વની સૌથી મોટી ટેક કંપની ગુગલ તેની મેસેન્જર એપ્લિકેશન એલો બંધ કરી રહી છે. આ એપ સપ્ટેમ્બર 2016માં કંપની દ્વારા લોન્ચ કરવામાં આવી હતી પરંતુ ગુગલે અપેક્ષા રાખી હતી કે આ એપ લોકોમાં ખૂબ લોકપ્રિય બનશે તે સફળ ન નીવડી તેથી હવે તેને બંધ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ગૂગલે બ્લોગ પોસ્ટમાં કહ્યું કે, 'એલો માર્ચ 2019 સુધી ચાલશે અને પછી બંધ થઈ જશે. તમે આ એપ્લિકેશનથી તમારી જૂની ચેટ અને જુનું કન્વર્ઝેશન આ એપમાંથી એક્સપોર્ટ કરી શકશો. આ ઉપરાંત ગુગલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે એલો એપથી ઘણું શીખવા મળ્યું છે. ખાસ કરીને મશીન લર્નિંગ આધારિત સુવિધાઓ અને ગુગલ આસિસ્ટન્ટને મેસેજિંગ એપ્લિકેશનમાં જ ઈનબિલ્ટ કેવી રીતે કરવી. ગુગલને અપેક્ષા છે કે આ નવી ટેક્નોલોજી આગળ ચોક્કસ બીજે કામ લાગશે.

આ વર્ષે એપ્રિલમાં કંપનીએ એલોમાં રોકાણ કરવાનું બંધ કરી દીધું હતું અને તેના કર્મચારીઓને અન્ય પ્રોજેક્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા. આટલું જ નહીં આ પ્રોજેક્ટના રિસોર્સને કંપનીએ એન્ડ્રોઇડ મેસેજ ટીમમાં શિફ્ટ કરી દીધો હતો. કંપનીએ વચ્ચે-વચ્ચે આમાં થોડાંક ફીચર્સ આપ્યા હતા તેમ છતાં આ એપ્લિકેશન વોટ્સએપ અને મેસેન્જરને ટક્કર આપવામાં નિષ્ફળ રહી. તેના કારણો ઘણાં હતા. જેમાં સૌપ્રથમ શરૂઆતમાં આમાં એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન ન હોવું એ વાત લોકોને પસંદ ન પડી. ગુગલે તેમાં વિડિયો કોલિંગનું ફીચર પણ નહોતું આપ્યું. કોલિંગ ફીચર પણ ન હોવાથી આ એપ ફ્લોપ ગઈ હતી કારણ કે, વોટ્સએપનું કોલિંગ ફીચર ઘણું પોપ્યુલર છે અને લોકો તેનો વધુ ઉપયોગ કરે છે.

સ્નોડેને પણ એલોને ખતરનાક એપ્લિકેશન જણાવી હતી

આ એપ્લિકેશનમાં ફાઇલ શેરિંગ ફીચર પણ નહોતું. તમે આ એપ પર ફોટા, લોકેશન અને સ્ટીકરો મોકલી શકતા હતા પરંતુ ડોક્યુમેન્ટ્સ શેરિંગનો વિકલ્પ ઉપલબ્ધ નહોતો. વોટ્સએપ અને ટેલિગ્રામે આ એપને પછાડી જેનાથી એલો આ બધાંથી પાછળ રહી ગયું. વોટ્સેએપની ખાસિયત એ છે કે તે બહુ સરળ છે. જ્યારે એલો થોડી ટ્રિકી એપ છે. ઘણીવાર બહુ ફીચર્સ અને વધુ ઓપ્શન હોવા પણ અસુવિધાનું કારણ બની શકે છે. એલો ન તો સારા ફીચર્સ આપી શક્યું કે ન સારી સુવિધા. તેથી આ એપ નિષ્ફળ રહી અને એપ બંધ કરવાનો વારો આવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp