26th January selfie contest

ગૂગલે લોન્ચ કર્યા Pixel 6 અને Pixel 6 Pro ફોન, જાણો કિંમત અને ફીચર્સ

PC: thequint.com

ગૂગલે પોતાના ઈવેન્ટમાં ગૂગલ Pixel 6 અને Pixel 6 Pro સ્માર્ટફોન લોન્ચ કરી દીધા છે. Pixel 6 સીરિઝમાં ગૂગલે બનાવેલ ચિપસેટ ટેનસર આપવામાં આવ્યું છે. ગૂગલે કહ્યું કે આ ટેનસર AI ફંક્શનલિટીને ઈમ્પ્રૂવ કરશે. આ ઉપરાંત તે સિક્યોરિટીને પણ વધારશે. Pixel 6 Proમાં પાછલા પિક્સલ ફોનની તુલનામાં સારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજેંસ અને મશીન લર્નિંગ આપવામાં આવ્યું છે.

ગૂગલના ડિઝાઇન ડિરેક્ટર ઈસાબેલ ઓલ્સને લોન્ચ ઈવેન્ટ દરમિયાન કહ્યું કે, અમે Pixel 6 Pro માટે ઘડિયાળો અને ઘરેણામાં ઉપયોગ કરવામાં આવતા સારી ગુણવત્તાવાળા ફિનિશનો પ્રયોગ કર્યો છે. તેમણે આગળ જણાવ્યું કે આ અમારો ખૂબ જ પરિષ્કૃત ફોન છે. જેને પોલિશ કરવામાં આવેલા યૂનીબોડી ધાતુની સાથે બનાવવામાં આવ્યો છે. જે ભવ્ય રીતે 3D ગ્લાસમાં પરિવર્તિત થાય છે.

Pixel 6માં ડિસ્ટિંક્ટ કેમેરા બાર આપવામાં આવ્યું છે. જેમાં ઓલવેઝ ઓન ડિસ્પ્લે અપાયું છે. જે એન્ડ્રોઇડ 12 પર કામ કરે છે. પિક્સલ 6  સીરિઝને ગૂગલે બનાવેલ નવા કવર પણ મળશે. આ એક્સસરીઝને રીસાયકલેબલ મટિરિયલથી બનાવવામાં આવ્યું છે. ગૂગલ પિક્સલ મટિરિયલ યૂ ફીચરની સાથે આવશે. આ વોલપેપરના કલરના હિસાબે ઈંટરફેસને અડોપ્ટ કરી લેશે. જેનો અર્થ છે કે ક્લોક અને આઈકોનનો એજ કલર રહેશે જે બેકગ્રાઉન્ડનો કલર રહેશે.

Pixel 6 અને Pixel 6 Pro પર સિક્યોરિટી વધારવા માટે Titan M2 રજૂ કરવામાં આવ્યું. આ સ્માર્ટફોનને 5 વર્ષ સુધી સિક્યોરિટી અપડેટ આપવામાં આવશે. પિક્સલ 6માં એક સિક્યોરિટી હબ આપવામાં આવ્યું છે. જેનાથી તમે સરળતાથી સિક્યોરિટી સેટિંગ અને એક પ્રાઈવસી ડેશબોર્ડને એક્સેસ કરી શકો છો. આનાથી તમે ચેક કરી શકો છો કે કઇ એપ માઇક્રોફોન અને કેમેરાને એક્સેસ કરી રહી છે.

કેમેરો

Pixel 6 અને Pixel 6 Proમાં 50 મેગાપિક્સલનું મેન સેંસર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ફોનમાં 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ કેમેરો પણ આપવામાં આવ્યો છે. પિક્સલ 6 પ્રોમાં 48 મેગાપિક્સલનો ટેલીફોટો લેંસ 4X ઝૂમની સાથે આપવામાં આવ્યું છે. ઝૂમ લો લાઇટ ફોટોગ્રાફીમાં નાઇટ સાઇટની સાથે પણ કામ કરે છે.

પિક્સલ 6ની સાથે સારો વીડિયો પણ બનાવી શકાય છે. પિક્સલ 6થી 4K વીડિયો HDRnet  60fps પર રેકોર્ડ કરી શકાય છે.

નવો સ્માર્ટફોન IP68 દ્વારા પ્રમાણિત છે. જે ધૂળ અને પાણીથી પણ બચાવશે.

પિક્સલ 6માં 8 જીબી રેમ છે, જ્યારે પિક્સલ 6 પ્રોમાં 12 જીબી રેમ આપવામાં આવી છે.

Pixel 6માં 6.4 ઈંચનું OLED ડિસ્પ્લે છે અને Pixel 6 Pro 6.7 ઈંચનું OLED ડિસ્પ્લે છે.

જ્યાં Pixel 6માં 128 જીબી અને 254 જીબીની મેમોરી સાથે આવે છે, તો  Pixel 6 Proમાં 512 જીબીની વધારાની મેમરીનો વિકલ્પ પણ મળે છે. કનેક્ટિવિટી માટે આ સ્માર્ટફોન્સમાં 5G સપોર્ટ પણ આપવામાં આવ્યું છે.

કલર

Pixel 6- કિંડા કોરલ, સ્ટોર્મી બ્લેક અને સોર્ટા સીફોમ છે.

Pixel 6 Pro- ક્લાઉડી વ્હાઇટ, સોર્ટા સની અને સ્ટોર્મી બ્લેક શેડ્સ અવેલેબલ છે.

કિંમત

Google Pixel 6 ની શરૂઆતી કિંમત 599 ડૉલર (લગભગ 45,000 રૂપિયા) છે, જ્યારે Pixel 6 Pro ની કિંમત 899 ડૉલર (67,500 રૂપિયા) છે.

જોકે, ભારતમાં આ ફોન ક્યારે આવશે તેના વિશે કંપનીએ કોઇ જાણકારી આપી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp