ટેક્સી ખોટા રસ્તે જતા જ તમને એલર્ટ કરી દેશે Google Mapનું આ નવું સેફ્ટી ફીચર

PC: inewtechnology.com

Googleએ પોતાના Mapમાં ભારત માટે ખાસ ઓફ-રૂટ સુરક્ષા ફીચર બનાવ્યું છે. આ ફીચર ટેક્સીથી યાત્રા દરમિયાન તમારી સુરક્ષાને સુનિશ્ચિત કરશે. તે અંગર્ગત Google Maps તમારી ટેક્સીના જનરલ-રૂટ પરથી ન જવા પર 500 મીટર પછી તમને એલર્ટ કરી દેશે. આ ફીચર ત્યારે પણ કામ કરશે, જ્યારે તમે પોતે ડ્રાઈવ કરી રહ્યા હશો. તેનાથી એ સુનિશ્ચિત થઈ શકશે કે તમે ખોટા રસ્તે નથી જઈ રહ્યા.

આ ફીચરને આ મહિને જ લોન્ચ કરવામાં આવશે. Googleનું આ નવું ફીચર ખૂબ જ ઉપયોગી છે, કારણ કે તેના દ્વારા તમે એ જાણી શકશો કે તમારો ડ્રાયવર ક્યાંક તમને ખોટી દિશામાં તો નથી લઈ જઈ રહ્યોને.

કઈ રીતે કરશો આ ફીચરનો ઉપયોગ

  • આ ફીચરનો ઉપયોગ કરવા માટે Google Maps પર જઈને જ્યાં જવું હોય તે સ્થળની પસંદગી કરો.
  • ત્યારબાદ સ્ક્રીનની સૌથી નીચે સ્ટે સેફર બટન પર ટેપ કરવું પડશે.
  • સ્ટે સેફર પર ક્લિક કરતા જ યુઝરને શેર લાઈવ ટ્રિપ અને ગેટ ઓફ-રૂટ એલર્ટ નામથી નવા બે આપ્શન મળશે.
  • શેર લાઈવ ટ્રિપ ઓપ્શનમાં યુઝર પોતાના મિત્રો અને પરિવારજનોની સાથે લાઈવ ટ્રિપ શેર કરી શકે છે.
  • ઓફ-રૂટ એલર્ટ ઓપ્શનમાં નક્કી કરેલા રસ્તા ઉપરાંત ખોટા રસ્તા પર 500 મીટર દૂર જતા જ તમને એલર્ટ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp