Samsungના 1 કરોડ કરતા પણ વધુ ફોનમાં છે આ ફેક એપ, ચોરી કરી શકે છે તમારો ડેટા

PC: androidauthority.net

એન્ડ્રોઈડ યુઝર્સ માટે Google Play store પર લાખો એપ અવેલેબલ છે, જેમાંથી કેટલીક એપ તમારા મોબાઈલમાં પણ છે. પરંતુ કદાચ તમને ખ્યાલ નહીં હશે કે Google play પર રહેલી કેટલીક એપ્સ ફેક પણ છે. થોડાં સમય અગાઉ બેંકિંગ એપને લઈને વિવિધ બેંકો તરફથી ચેતવણી આપવામાં આવી હતી. ઘણીવાર આવા મામલા સામે આવ્યા છે કે, Play store પર રહેલી કેટલીક ફેક બેંકિંગ એપ ડાઉનલોડ કરવાથી ખાતાધારકોના અકાઉન્ટમાંથી પૈસા નીકળી ગયા. બેંકિંગ એપ ઉપરાંત પણ એવી ઘણી ફેક એપ છે, જે તમારા સ્માર્ટફોનને નુકસાન પહોંચાડવા ઉપરાંત યુઝર્સનો ડેટા ચોરી કરી શકે છે.

Play store પર આવી જ એક એપ Samsungના એક કરોડ કરતા પણ વધુ ડિવાઈઝમાં પોતાની જગ્યા બનાવી ચુકી છે. CSIS સિક્યોરિટી ગ્રુપના એક રિપોર્ટ અનુસાર, આ ફેક એપનું નામ Updates for Samsung છે. આ એપને Samsung દ્વારા તૈયાર કરવામાં આવ્યું હોવાની સમજીને લોકો તેને ઈન્સ્ટોલ કરી રહ્યા છે. આ એપ એડ બતાવવાની સાથો સાથે યુઝર્સને 2450 રૂપિયામાં Samsungનો ફર્મવેર ડાઉનલોડ કરવાનો વિકલ્પ આપી રહ્યું છે. એપમાં પેમેન્ટ માટે Google play સમસ્ક્રિપ્શનથી બિલિંગને બદલે ક્રેડિટ કાર્ડની ડિટેલ માગવામાં આવી રહી છે. આ ઉપરાંત આ એપ યુઝર્સને 1400 રૂપિયામાં કોઈપણ સિમને અનલોક કરવાની સુવિધા આપી રહ્યું છે.

જો તમારા ફોનમાં પણ આ એપ હોય તો તરત જ તેને અનઈન્સ્ટોલ કરી દો અને ડિવાઈઝના ઓપરેટિંગ સિસ્ટમને અપડેટ કરી દો, નહીં તો પસ્તાવાનો વારો આવી શકે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp