Chromeને લઈને Googleએ લીધો મોટો નિર્ણય

PC: aztech-ks.com

Chrome Extensionને વધારે યુઝર ફ્રેન્ડલી બનાવવા માટે Googleએ એક મોટો નિર્ણય લીધો છે. ખરેખરમાં Googleએ હવે inline extension installationને બંધ કરવાનો નિર્ણય લીધો છે અને કહ્યું છે કે હવે યુઝર્સ Chromeને વેબ સ્ટોર દ્વારા જ Chrome Extensionને ડાઉલનોડ કરી શકશે.

કહેવામાં આવી રહ્યું છે કે થોડાક મહિનાઓમાં Google તેના બધા પ્લેટફોર્મમાંથી પોતાનું inline extension installation હટાવી લેશે. Googleએ પોતાના ક્રોમિયમ બ્લોગમાં કહ્યું છે કે છેલ્લા ઘણા દિવસોથી તેમની પાસે યુઝર્સની ઘણી ફરિયાદો આવી રહી હતી કે કેટલાંક ન જોઈતા Extensionવે લીધે તેમના યુઝર્સના અનુભવમાં બદલાવ જોવા મળી રહ્યા હતા. તેમાંથી મોટા ભાગની ફરિયાદો વેબસાઈટો પર inline extension installationના ગૂંચવણભર્યા ઉપયોગોને લીધે હતી.

Chrome વેબ સ્ટોરમાં extension પર બતાવનારી જાણકારી યુઝરના અનુભવને ડિફાઈન કરવામાં એક મહત્ત્વનો ભાગ ભજવે છે. આ જાણકારી માટે યુઝર્સ extensionને ઈન્સ્ટોલ કરવા અથવા ન કરવાનો લઈને નિર્ણય લઈ શકે છે. જણાવી દઈએ કે Inline installationsને 2011માં બનાવવામાં આવ્યું હતું જેથી યુઝર્સ કોી મુશ્કેલી વગર ડેવલપર્સની વેબસાઈટથી extension ડઉનલોડ કરી શકે, પરંતુ અમુક ગેરમાર્ગે દોરતી વેબસાઈટ અને ન જોઈતી એડએ આ પ્રક્રિયાનો ખોટો ઉપયોગ કર્યો, જેને લીધે તેને હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

inline installationને ત્રણ સ્ટેપ્સમાં દૂર કરવામાં આવશે. સૌથી પહેલા જેટલા પણ નવા extension છે, તેમાંથી inline installationને હટાવવામાં આવશે. 12 સપ્ટેમ્બરથી તે extension પરથી inline installationને ડિસેબલ કરવામાં આવશે, જે પહેલેથી વાપરવામાં આવી રહ્યા છે. અહીં યુઝર્સ પોતાની જાતે જ ક્રોમ વેબ સ્ટોર પર જતો રહેશેય ડિસેમ્બરની શરૂાતમાં inline install API method ને Chrome 71માંથી હટાવી લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp